Sports
oi-Balkrishna Hadiyal
2022નું વર્ષ પુરૂ થવામાં છે અને નવા વર્ષના આગમનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે આ વર્ષે ક્રિકેટના મેદાનના લેખાજોખાનો હિસાબ થઈ રહ્યો છે. આ વર્ષે મોટી આઈસીસી ઈવેન્ટ સાથે સાથે ખેલાડીઓને લઈને પણ ચર્ચામાં રહ્યું. 2022માં દુનિયાના ઘણા મોટા ક્રિકેટરોએ સન્યાસની જાહેરાત કરીને ફેન્સને ચૌકાવી દીધા. આ લિસ્ટમાં ઘણા મોટા ક્રિકેટરોનો સમાવેશ થાય છે.
આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહેલુ એક નામ ઈંગ્લેન્ડની વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન ઈયાન મોર્ગનનું છે. ઈયાન મોર્ગને વિશ્વકપ જીતતાની સાથે જ ક્રિકેટ છોડવાની જાહેરાત કરી દીધી હતી. ઈયાન મોર્ગન વર્લ્ડકપ જીતીને આગળના વર્લ્ડકપ પહેલા નિવૃતિની જાહેરાત કરનાર પહેલો કેપ્ટન છે. ઈયાન મોર્ગનની કેપ્ટનશીપમાં જ ઈંગ્લેન્ડ પહેલી વખત વિશ્વકપ જીત્યુ હતું.
આ વર્ષે મોર્ગન સિવાય પણ ઘણા ખેલાડીઓએ નિવૃતીની જાહેરાત કરી. આ ખેલાડીઓમાં વેસ્ટઈન્ડિઝના દિગ્ગ્જ ખેલાડી કેરોન પોલાર્ડ પણ સામેલ છે. એક ઓવરમાં છ સીક્સ મારનાર પોલાર્ડે આ વર્ષે નિવૃતિની જાહેરાત કરી.
આ સિવાય વિન્ડીઝ ટીમના દિનેશ રામદિન અને લેન્ડલ સિમન્સ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ, શ્રીલંકાના સુરંગા લકમલ, ન્યુઝીલેન્ડના ખેલાડી હેમિસ બેનેટ અને ભારતના રોબિન ઉથપ્પાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ફેન્સને ચૌકાવી દીધા. આ તમામ ક્રિકેટરો ઉપરાંત ઈંગ્લેન્ડના વર્તમાન ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી અને શ્રીલંકાના ગુણાથિલકાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
English summary
Year Ender 2022: This year these big players said goodbye to the cricket field
Story first published: Tuesday, December 27, 2022, 19:09 [IST]