Business
oi-Hardev Rathod
વર્તમાન સમયમાં ટેક કંપનીએ પોતાના ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. જ્યાં ટ્વીટર-ફેસબુક જેવી મોટી કંપની દ્વારા મોટાપાયે છટણી કરવામાં આવી હતી. આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, ફેસબુરની પેરેન્ટ કંપની મેટાના ઇન્ડિયા પબ્લિક પોલિસી હેડ અને WhatsApp ઇન્ડિયાના હેડે રાજીનામુ આપ્યું છે. જેનું કારણ એવું માનવામાં આવે છે કે, મેટા ઇન્ડિયાના ભારતીય પ્રમુખ અજીત મોહને કંપની છોડી દીધી હતી.
મેટાએ બંનેના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેમના દ્વારા જાહેર કરાવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી હેડ રાજીવ અગ્રવાલે રાજીનામું આપ્યું છે. તેમના સિવાય વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે પણ કંપની છોડી દીધી હતી. કંપનીએ તેમની સેવાઓ માટે બંનેનો આભાર વ્યક્ત કર્યો અને તેમના ભવિષ્ય માટે તેમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. WhatsApp ના વડા વિલ કેથકાર્ટે પણ અભિજિત બોઝનો ભારતમાં WhatsApp ના પ્રથમ વડા તરીકેના યોગદાન બદલ આભાર માન્યો હતો.
LinkedIn પર તેમના રાજીનામાની જાહેરાત કરતી વખતે, અભિજિત બોઝે લખ્યું કે, તેઓ તેમની આગામી નોકરી માટે ખરેખર ઉત્સાહિત છે. ટૂંકા વિરામ બાદ હું ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં ફરીથી જોડાવાનું વિચારી રહ્યો છું.
11 હજારથી વધુ કર્મચારીઓની છટણી
જ્યારથી એલોન મસ્ક ટ્વીટરના માલિક બન્યા છે, ત્યારથી તેમણે મોટાપાયે છટણી શરૂ કરી દીધી હતી. જે બાદ ફેસબુકે પણ 11 હજારથી વધુ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તેના પર કંપનીએ જણાવ્યું હતું કે, તેમના ખર્ચમાં વધારો થવાને કારણે નફો ઘટી રહ્યો છે, આવી સ્થિતિમાં આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું હતું કે, તે કર્મચારીઓને 16 અઠવાડિયાનો બેઝિક પગાર આપશે. આ સિવાય તેમને 6 મહિના સુધી સ્વાસ્થ્ય વીમાની સુવિધા મળતી રહેશે. આ સાથે એમેઝોન દ્વારા પણ 10000 કર્મચારીની છટણી કરવાની જાહેરાત કરી છે.
English summary
WhatsApp India Head and Meta Publish Policy Head resigned from his post
Story first published: Tuesday, November 15, 2022, 20:35 [IST]