Ukraine Crisis: યુદ્ધમાં વાગી હતી 3 ગોળીઓ, યુક્રેનથી બહાર નીકળી ગયા ઘાયલ હરજોત સિંહ, આજે વતન વાપસી | Indian student Harjot Singh, who was injured in the firing in Ukraine, is returning to India today.

 

દિલ્લીના રહેવાસી છે હરજોત સિંહ

દિલ્લીના રહેવાસી છે હરજોત સિંહ

દિલ્લીના છતરપુર વિસ્તારના રહેવાસી હરજોતને યુક્રેનના લવીવ ક્ષેત્રમાં પહોંચવાની કોશિશ દરમિયાન એક પછી એક ત્રણ ગોળીઓ વાગી ગઈ હતી ત્યારબાદ તેને હોસ્ટિલમાં ભરતી કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે ઠીક છે અને તેની વતન વાપસી થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે રવિવારે ટ્વિટ કરીને હરજોત સિંહને પાછા ભારત લાવવાની પુષ્ટિ કરીને એક ટ્વિટ કર્યુ હતુ અને લખ્યુ હતુ, ‘કીવથી ભાગવા દરમિયાન ગોળી વાગવાથી ઘાયલ થયેલા ભારતીય નાગરિક હરજોત સિંહ કાલે અમારી સાથે ભારત પાછા આવશે.’ 31 વર્ષના હરજોત સિંહ યુક્રેન યુદ્ધમાં બંને સેનાઓ વચ્ચે ફસાઈ ગયા હતા અને રશિયાના હુમલા દરમિયાન તે સુરક્ષિત નીકળવા દરમિયાન ગોળીબારમાં ફસાઈ ગયા હતા. હરજોત સિંહ પોતાના બે દોસ્તો સાથે કીવથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન તેને ત્રણ ગોળીઓ વાગી ગઈ.

અભ્યાસ માટે ગયા હતા યુક્રેન

અભ્યાસ માટે ગયા હતા યુક્રેન

હરજોત સિંહ, હાયર સ્ટડીઝ માટે યુક્રેન ગયા હતા જ્યાં તે આઈટી ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા મેળવી રહ્યા હતા પંરતુ યુક્રેન યુદ્ધે તેમને મોતના મુખમાં પહોંચાડી દીધા હતા. ભાનમાં આવ્યા બાદ હરજોત સિંહે કહ્યુ કે તે પોતાની નવી જિંદગીની શરુઆત નવેસરથી કરવા માંગે છે. વળી, કેન્દ્ર સરકારે કહ્યુ છે કે હરજોત સિંહના ઈલાજનો ખર્ચ તે ઉઠાવશે. વળી, વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ કે, ‘અમે હરજોત સિંહની યોગ્ય ચિકિત્સા સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે જેમાં ચાલવામાં સક્ષમ હોવાની તેમની તૈયારી પણ શામેલ છે.’

કેવી રીતે વાગી હતી ગોળીઓ?

હરજોત સિંહે મીડિયાને જણાવ્યુ કે 27 ફેબ્રુઆરીએ લવીવ જવા દરમિયાન વૉકજાના રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે ગયા હતા પરંતુ ત્યાં એટલી ભીડ હતી કે તે ટ્રેન પકડી શક્યા નહિ. પછી તેમણે કેબ દ્વારા ત્યાંથી બહાર નીકળવા માટે વિચાર્યુ અને લગભગ એક હજાર ડૉલરમાં પોતાના દોસ્તો સાથે કેબ દ્વારા બહાર નીકળવાનો પ્લાન બનાવ્યો. બે ક્રોસિંગ પોઈન્ટ તો તેમણે પાર કરી લીધા પરંતુ ત્રીજા ક્રોસિંગ પોઈન્ટ પર તેમને રોકી દેવામાં આવ્યા અને પાછા કીવ તરફ જવા માટે કહેવામાં આવ્યુ. આ દરમિયાન હરજોત કેબની પાછલી સીટમાં બેઠેલા હતા.

એક પછી એક ત્રણ ગોળીઓ

હરજોતે કહ્યુ કે કીવમાં પાછા આવ્યા બાદ શહેરની અંદર પહોંચતા જ ભારે ગોળીબાર શરુ થઈ ગયો અને એ કેબમાં ઉતરીને સુરક્ષિત સ્થળે પહોંચવાની કોશિશ કરવા લાગ્યા. આ દરમિયાન એક ગોળી ઘૂંટણમાં,એક ગોળી પગમાં અને એક ગોળી છાતીમાં વાગી ત્યારબાદ તે બેભાન થઈ ગયા અને પછી 2 માર્ચની રાતે લગભગ 2 વાગે તેમને ભાન આવ્યુ અને ખબર પડી કે તે હોસ્પિટલમાં ભરતી છે અને તે કોઈ પણ સ્થિતિમાં ભારત પાછા આવવા માંગતા હતા અને હવે હરજોત સિંહ ભારત પાછા આવી રહ્યા છે.

Source link