Cricket
oi-Jayeshkumar Bhikhalal
ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ની રીવ્યુ મીટીંગ રવિવારે મળી હતી મિટિંગમાં ઘણા મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં વન-ડે વિશ્વકપ 2023 નો પણ સમાવેશ થયો હતો. વર્લ્ડ કપ 2023 માટે 20 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે આ તમામ 20 ખેલાડી આગામી 35 એક દિવસય મેચોમાં રોટેશન મુજબ રમશે.
બીસીસીઆઈની અત્યારે શોર્ટ લિસ્ટ કરવામાં આવેલા ખેલાડીઓના નામ જાહેર નથી કર્યા પરંતુ બોર્ડ તરફથી આને લઈને અધિકારીક જાહેરાત જલ્દી કરવામાં આવશે. ભારતીય ફેન્સના મનમાં અત્યારથી જે સવાલ થઈ રહ્યો છે કે કોણ 20 ખેલાડીઓ છે જેને બીસીસીઆઈએ શોર્ટ લીસ્ટ કર્યા છે. આવું જાણીએ કોણ છે એ 20 ખેલાડીઓ જે ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે
બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમારનું આ 20 ખેલાડીઓમાં રહેવાનું નક્કી માનવામાં આવે છે. રોહિત શર્મા પર બેટિંગની સાથે સાથે કેપ્ટનશીપમાં પણ સારું પ્રદર્શન કરવાની જવાબદારી રહેશે તો વિરાટ કોહલી અને t20 ટુર્નામેન્ટમાં ગયા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું જેને તે આ વર્ષે પણ ચાલુ રાખશે સૂર્ય કુમાર યાદવ પાસે પણ t20 ક્રિકેટ માં સારુ પ્રદર્શનની આશા રાખવામાં આવે છે આ સાથે ઓપનરની પણ આ લિસ્ટમાં સામેલ હોવાની શક્યતા છે
વિકેટકીપર બેસ્ટમેનની વાત કરવામાં આવે તો કે.એલ રાહુલ, સંજુ સૈંમસન અને ઈશાન કિશન આ લિસ્ટમાં રહી શકે છે. ઋષભ પંત હાલમાં થયેલ એકસીડન્ટના લીધે આ લિસ્ટમાં સામેલ કરવામાં નહીં આવે પરતુ તે પરત ફરે છે તો સંજુ સૈમસંગની જગ્યા ખતરામાં પડી શકે છે
ઓલ રાઉન્ડર્સ ની વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો 20 ખેલાડીઓની લિસ્ટમાં સમાવેશ થઇ શકે છે. રવિન્દ્ર જાડેજા હાલમાં ઇન્જર્ડ થયેલો છે જથી તે ટીમથી દૂર છે. આવનાર દિવસોમાં મેદાનમાં જોવા મળશે. આ સિવાય વોશિંગ્ટન સુંદર ને પણ 20 માં સમાવેશ કરવામાં આવી શકે છે.
સ્પીનર્સની વાત કરવામાં આવે તો કુલદીપ યાદવ, યુગેન્દ્ર ચહલનું પણ આ 20ના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવી શકે છે. વર્લ્ડકપ ભારતીય જમીન પર રમાવાનો હોવાથી કુલદીપ અને ચહલનુ કોમ્બિનેશન ઘણું ઉપયોગી નીવડી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અત્યારથી બંને પ્લેયર્સ પર વધારે ધ્યાન આપવા માંગે છે.
ફાસ્ટ બોલર વાત કરીએ તો જસ્પ્રિત બમરાહ, મોહમ્મદ સામી, અર્શદીપસિંહ ઉમર મલિક, મોહમ્મદ સિરાજ અને સાદુંલ ઠાકોર સમાવેશ થઈ શકે છે
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
BCCI shortlisted 20 players for the World Cup
Story first published: Monday, January 2, 2023, 12:07 [IST]