World
oi-Jayeshkumar Bhikhalal
દુબઈ દુનિયાભરના આકર્ષિત કરે છે ત્યાંના પ્રશાસકો તેરિસ્ટોની પ્રભાવિત કરવા માટે ઘણા પ્રયાસો કરે છે નવા વર્ષના અવસર પર દુબઈ પ્રશાસાને દારૂ પર ટેક્સ અને લાયસન્સ ફીસ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
આ જાહેરાત દુબઈની બે સરકારો કંપનીઓએ કરી છે આ બંને કંપનીઓ એમીરાત ગ્રુપનો ભાગ છે આ જાહેરાત સતારૂઢ અલ મખ્તુમ પરિવારના આદેશ પર થઈ છે. જોકે આ જાહેરાતથી આવકના એક મોટા હિસાને જતો કરવો પડશે. તમને જણાવી દઈએ કે દુબઈમાં દારૂ પર 30 ટકા ટેક્સ લાગે છે અને જો લોકો દારૂનો ઉપયોગ કરવા માટે લાયસન્સ લે છે તો તેમને એક નિશ્ચિત ફી આપવી પડે છે
પહેલા પણ દારૂ સાથે સંકળાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે
દુબઈ પ્રશાસન તરફથી આ પહેલા પણ દારૂ સાથે સંકળાયેલા સમુમક નિર્ણયો લેવામાં આવ્યા છે જેવા કે રમજાન મહિનાના પણ દારૂ વેચવાની અનુમતિ આપવામાં આવી હતી કોવિડમાં લોકડાઉન દરમિયાન પણ દારૂની હોમ ડિલિવરી કરવામાં આવી હતી
દારૂને લગતો કાયદો
દુબઈ કાયદા અનુસાર દારૂનું સેવન કરવા માટે જે મુસ્લિમ નથી તેમની ઉંમર 21 કે તેના કરતાં વધુ હોવી જોઈએ. પીનાર લોકોને દુબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્લાસ્ટિક કાર્ડ લેવું પડશે જે તેને બિયર, દારૂ ખરીદવાની પરવાંગી તેમજ સાથે લઇ જવાની અનુમતિ આપે છે પ્લાસ્ટિક કાર્ડ ન હોય તો તેને દંડ તેમજ તેની ધરપકડ પણ થઈ શકે છે.
શેખોના બાર અને ક્લબોમાં દારૂ પીનાર લોકો પાસે કોઇ જ પરમિટની માંગ કરવામાં આવતી નથી તેમ છતાં લોકોને ડરતો લાગે જ છે.
English summary
Muslim countries were relieved of the tax on alcohol
Story first published: Monday, January 2, 2023, 12:41 [IST]