Cricket
oi-Kalpesh Kandoriya
T20 World Cup Final: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. બીજી સેમી ફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવી ઈંગ્લેન્ડે ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પાકિસ્તાને પોતાની સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડને હરાવી સૌને ચોંકાવી દીધા હતા. બંને ટીમ મેદાન-એ-જંગ માટે તૈયાર છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી પાકિસ્તાનને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground, Melbourne)માં રમાઈ રહેલ આ મુકાબલો દિલચસ્પ રહેશે, કેમ કે અત્યાર સુધીના વર્લ્ડ કપના મેચમાં અહીં 151નો એવરેજ સ્કોર રહ્યો છે. ફાસ્ટ બોલર્સને પીચ પર વધુ મદદ મળી રહી છે, બોલર્સને સ્વિંગ મળી રહ્યો હોવાથી વધુ વિકેટ ખરે તેવી આશંકા છે.
પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરીસ, શાન મસૂદ, ઈફ્તિકર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, હરિશ રૌફ, શાહિન આફ્રિદી.
ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન
જોશ બટલર, એલેક્સ હેલ્સ, ફિલ સલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, મોઈન અલી, સેમ કુર્રન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
T20 World Cup Final: England Won the toss and invited pakistan to bat first
Story first published: Sunday, November 13, 2022, 13:17 [IST]