T20 World Cup 2022 ની ફાઇનલ મેચ આજે પાકિસ્તાન અન ઇંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલર્બોનમાં રમાશે. એક બાજુ પાકિસ્તાન જેવી ટીમ છે જેના સેમિફાઇનલમાં આવવાના પણ કોઇ ચાન્સ નહોતા અન નસીબના જોરે તે ફાઇનલ સુધી પહોચી ગયુ તો બીજી તરફ ઇંગ્લેન્ડ જેવી ટીમે જેણે દક્ષિણ આફ્રીકા અને ભારત જેવી ટીમોને હરાવીને પોતે ફાઇનલ જીતની મજબૂત દાવેદાર દેખાઇ રહી છે.
ઇંગ્લેન્ડ 2010 માં એક વાર T20 વર્ડ કપ જીતી ચૂક્યુ છે. તો પાકિસ્તાન પણ 2009 માં ચેમ્પિયન્સ રહી ચૂક્યુ છે. તો હવે જોવાનું એ રહ્યુ કે, બીજી વાર ચેમ્પિયન્સ કોણ બને છે. વર્તમાન સંજોગો જોતા ઇંગ્ગેન્ડ ટીમ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્ય છે.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થનાર મુકાબલામાં તમે લાઇવ મેચ જોઇ શકો છો . ભારતીય સમય અનુસાર બપોરે 1:30વાગ્યે જોઇ શકો છો. જેના માટે ટૉસ અડધો કલાક 1 વાગે કરવામાં આવશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટરવર્ક પર જોઇ શકાય છે. તો મેચની લાઇ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર્સ પર જોઇ શકાય છે. આ સીવાય ટ્વીટર હેન્ડર પર મેચની અપડેટ જોઇ શકાય છે.