|
ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામસામે મેદાને ઉતર્યા છે. આ મેચમાં પહેલા બેટીંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 137 રન જ બનાવી શકી છે. હવે જોવાનું એ રહે છે કે ઈંગ્લેન્ડ જેવી મજબુત ટીમ સામે પાકિસ્તાન કેવી રીતે ડિફેન્ડ કરે છે.
મેચની વાત કરીએ તો, ઇફ્તિખાર અહેમદ બેટથી કંઇ ખાસ બતાવી શક્યો નહોતો. ઈફ્તિખાર અહેમદ આદિલ રાશિદના બોલ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બેન સ્ટોક્સે તેને આગલી ઓવરમાં આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. ઈફ્તિખાર અહેમદને બેન સ્ટોક્સે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો.
સારી શરૂઆત બાદ પણ પાકિસ્તાન ટીમ બાજી સંભાળી શકી ન હતી અને સમસે સમયે વિકેટો ગુમાવતી રહી હતી. જોકે પાકિસ્તાન તરફથી સાન મસુદે 38 અને બાબર આઝમે 32 રનની ઈનિંગ્સ રમી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પાકિસ્તાન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી અને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન જ બનાવી શકી હતી.