|
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વર્લ્ડકપ પર કબ્જો કર્યો છે.
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના કોઈપણ ખેલાડી મોટા સ્કોર સુધી પહોંચી શક્યા ન હતા અને સતત વિકેટો ગુમાવવાને કારણે પાકિસ્તાનની ટીમ નાના સ્કોર સાથે પરત ફરી હતી. પાકિસ્તાને 20 ઓવર રમતા 8 વિકેટે 137 રન બનાવ્યા હતા.
જે બાદ બેટીંગ માટે આવેલી ઈંગ્લેન્ડની ટીમ પણ શરૂઆતથી જ દબાવમાં જોવા મળી હતી. જોકે બેન સ્ટોક્સની ધમાકેદાર અડધી સદીના કારણે ઈંગ્લેન્ડ જીત સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 19 ઓવરમાં મેચ જીતીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.