Surat Grishma Murder Case : ફેનિલે જેલમાંથી ફોન કરી યુવતીને પોતાની તરફેણમાં જુબાની આપવા કર્યું દબાણ, કોણ છે આ યુવતી?

આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે.

Surat Grishma Murder Case : Fenil talk to phone he murder of Grishma

સુરત : ગ્રીષ્મા હત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.

સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવારનવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.