Sun Transit In Pisces: સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ 14 માર્ચથી, શુભ કાર્યો પર પ્રતિબંધ, જાણો દરેક રાશિ પર અસર

નવી દિલ્લીઃ સૂર્યનુ રાશિ પરિવર્તન 14 માર્ચ, 2022ના રોજ સોમવારથી મધ્યરાત્રિએ 12 વાગીને 15 મિનિટે થઈ રહ્યુ છે. સૂર્ય 14 એપ્રિલે પ્રાતઃ 10.59 વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. સૂર્યના મીન રાશિમાં રહેવાના કારણે એક મહિનાના અધિક માસનો પ્રારંભ થશે જેમાં દરેક શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય એક રાશિમાં 30 દિવસ સુધી ભ્રમણ કરે છે. આ રીતે 12 મહિના અર્થાત એક વર્ષમાં સૂર્ય 12 રાશિઓનુ એક ચક્ર પૂરુ કરી લે છે. ભ્રમણ કરતા સૂર્ય જ્યારે-જ્યારે ગુરુની રાશિ ધન અને મીનમાં આવે છે ત્યારે તેને અધિક માસ કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અને મુહૂર્ત શાસ્ત્ર અનુસાર દરેક શુભ કાર્યમાં ગુરુનુ સાક્ષી હોવુ અનિવાર્ય છે. અહીં મીન રાશિમાં સૂર્ય આવવાથી રાશિ સ્વામી બૃહસ્પતિ મલિન થઈ જાય છે માટે તેને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય વર્જિત રહે છે. અધિક માસમાં સગાઈ, લગ્ન, મુંડન, નૂતન ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ કાર્ય, ભૂમિ, ભવન સંપત્તિ વગેરેની ખરીદી જેવા કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરવાથી રાશિઓ પર અલગ-અલગ રીતે પ્રભાવ થશે.

રાશિઓ પર પ્રભાવ

મેષઃ ખર્ચમાં વધારો થશે. આંખમાં રોગ આવી શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં લાભ મળશે.

વૃષભઃ આવકના સાધનોમાં વધારો થશે. સુખ-સમ્માન વધશે. સરકારી સેવા ક્ષેત્રોથી લાભ થશે.

મિથુનઃ આજીવિકાના નવા સાધન મળશે. સમ્માન વધશે. સરકારી સેવા ક્ષેત્રોથી લાભ થશે.

કર્કઃ ભાગ્યને બળ મળશે. કાર્યોમાં ઉન્નતિ મળશે. સુખ-સમ્માન મળશે.

સિંહઃ રોગ પીડિત કરશે. સમ્માનમાં કમી આવી શકે છે. આર્થિક સંકટની સંભાવના.

કન્યાઃ દાંપત્ય જીવનમાં કષ્ટ, જીવનસાથી સાથે મતભેદ. ભાગીદારીમાં વેપારથી હાનિ.

તુલાઃ રોગ દૂર થશે. શત્રુ હારશે. સુખોમાં વધારો, જીવનમાં ઉન્નતિ મળશે.

વૃશ્ચિકઃ શિક્ષણ અને સંતાનથી લાભ. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. સુખ મળશે.

ધનઃ સુખ, સમુદ્ધિમાં વધારો, માતૃ પક્ષ તરફથી સહયોગ, ભૌતિક વસ્તુઓ મળશે.

મકરઃ ભાઈ-બહેનોથી સારો તાલમેલ, પૈતૃત સંપત્તિ મળશે. પરાક્રમમાં વધારો થશે.

કુંભઃ વાણી અને બુદ્ધિનો લાભ મળશે. ડાબી આંખમાં રોગ આવી શકે છે. ધન મળશે.

મીનઃ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. સુખ મળશે. રોગ દૂર થશે. ધનની પ્રાપ્તિ સંભવ છે.

શું કરવુ

સૂર્યના મીન રાશિમાં રહેવાના સમયમમાં બધી રાશિના જાતકોએ નિયમિત રીતે સૂર્યોદયના સમયે સૂર્યને જળ અર્પણ કરવુ. નિયમિત રીતે આદિત્યહ્રદય સ્ત્રોતનુ પાઠ કરવુ. નિત્ય સૂર્ય નમસ્કાર કરવા. ગાયત્રી મંત્રનો જાપ કરવો.

Source link