Shamshera Movie Review: શમશેરા બની રણબીર કપૂરે પડદા પર કરી ધમાકેદાર વાપસી પણ વાર્તા નબળીએક્ટર:
રણબીર કપૂર, સંજય દત્ત, વાણી કપૂર, સૌરભ શુક્લા, ઈરાવર્તી હર્ષે, રોનિત રોય
ડાયરેક્ટર: કરણ મલ્હોત્રા
શ્રેણી: એક્શન, પીરિયડ ડ્રામા
ભાષા: હિન્દી
સમય: 2 કલાક 38 મિનિટ
રેટિંગ: 2.5/5

ચાર વર્ષના લાંબા વિરામ બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ ‘શમશેરા’ (Shamshera) ભારતમાં સૌથી વધુ 4350 અને વિશ્વભરમાં 5500 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. 150 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ડિસેમ્બર 2019માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે અઢી વર્ષ મોડી રિલીઝ થઈ છે.

વાર્તા

‘શમશેરા’ની વાર્તા 18મી સદીના અંગ્રેજોના જમાનાના કાલ્પનિક શહેર કાજાની છે. રાજપૂતોના સમયગાળામાં મુઘલો સાથે દુશ્મની વહોરી ચૂકેવા ખમેરણ જાતિના લોકો આશરો લેવા કાજા પહોંચે છે ત્યારે ઉચ્ચ વર્ણના લોકો તેમનો સ્વીકાર નથી કરતા. એ વતે તેમના સરદાર શમશેરા (રણબીર કપૂર)એ પોતાના સાથીઓ સાથે મળીને ગુજરાન ચલાવવા માટે કાજામાં લૂંટફાટ શરૂ કરી હતી. કાજાના લોકોએ અંગ્રેજોના દરબારમાં ખમેરણ જાતિ સામે મદદ માગી હતી. એ વખતે સરકારે પોલીસકર્મી શુદ્ધ સિંહ (સંજય દત્ત)ને મોકલ્યો હતો. તે છેતરપિંડી કરીને શમશેરા અને તેના સાથીઓને કાજાના કિલ્લામાં ગુલામ બનાવી દે છે.

સમંતા સાથે ડિવોર્સ બાદ નાગા ચૈતન્યના જીવનમાં આવ્યું મોટું પરિવર્તન, એક્ટરે પોતે જણાવ્યું

પોતાના સાથીઓને આઝાદ કરાવાના પ્રયાસમાં શમશેરા પોતાનો જીવ આપી દે છે. જે બાદ તેની વાર્તા 25 વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે અદ્દલ શમશેરા જેવો જ દેખાતો તેનો દીકરો બલ્લી (રણબીર કપૂર) પોતાના પિતાનું સપનું પૂરું કરવા માટે મેદાનમાં ઉતરે છે. તેનો સામનો પણ શુદ્ધ સિંહ સાથે થાય છે. શું બલ્લી પોતાના પિતાનું ખમેરણ જાતિની આઝાદીનું સપનું પૂરું કરી શકશે? આ જાણવા માટે તમારે થિયેટર સુધી જવું પડશે.

રિવ્યૂ

ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ ભવ્ય સેટ્સ, ઉત્તમ સિનેમેટોગ્રાફી, શાનદાર બેકગ્રાઉન્ડ સ્કોર અને સંજય દત્ત તેમજ રણબીર કપૂર જેવા ધુરંધર કલાકારોની મદદથી ફિલ્મને ગ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે. પરંતુ અફસોસ ફિલ્મની નબળી સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સને લીધે માર ખાઈ જાય છે. જોકે, ઈન્ટરવલ પહેલાથી ક્લાઈમેક્સ સુધીના કેટલાક દ્રશ્યો દર્શકોમાં ઉત્સાહ જગાડે છે. પરંતુ ફિલ્મની વાર્તાને વધારે ખેંચવામાં આવી હોવાથી દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ રહે છે. એક-બેને બાદ કરતાં બાકીના ગીતો જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યા હોય તેવું લાગે છે.

રણવીર સિંહની બાજ નજરથી ના બચ્યો વિજય દેવરકોંડા, ઈવેન્ટમાં સ્લીપર પહેરીને આવતાં જોરદાર ખેંચી

પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મને એડિટિંગ ટેબલ પર ઓછામાં ઓછો અડધો કલાક કાપી શકાઈ હોત. જો ‘શમશેરા’ને ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ અને ‘કેજીએફ’ની ના પસંદ આવે તેવી કોકટેલ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય. રણબીર કપૂરે આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે તો સંજય દત્ત પણ શુદ્ધ સિંહના રોલમાં જામે છે. વાણી કપૂર પાસે ફિલ્મમાં ડાન્સ અને રોમાંસ સિવાય કંઈ ખાસ કરવાનું નથી. સૌરભ શુક્લા અને રોનિત રોય પણ પોતાના પાત્ર સાથે ન્યાય કરે છે.

કેમ જોવી?

જો તમે રણબીર કપૂરના જબરદસ્ત ફેન હો તો ફિલ્મ થિયેટરમાં જઈને જોવી જોઈએ. બાકી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય તેની રાહ જોઈ શકો છો.

Source link