Shabaash Mithu Movie Review: ધીમી ગતિની બાયોપિકમાં પ્રાણ ફૂંકે છે તાપસી પન્નુ

એક્ટર: તાપસી પન્નુ, વિજય રાજ, શિલ્પી મારવાહ, બૃજેન્દ્ર કાલા, ઈનાયત વર્મા, કસ્તૂરી જગનામ, મુમતાઝ સરકાર
ડાયરેક્ટર: સૃજિત મુખર્જી
શ્રેણી: હિન્દી, બાયોપિક
સમય: 2 કલાક 36 મિનિટ
રેટિંગ: 3.0/5

‘યતો હસ્તઃ તતો દ્રષ્ટિ, યતો દ્રષ્ટિ તતો મનઃ’ અર્થાત્ જ્યાં હાથ છે ત્યાં નજર હોવી જોઈએ અને જ્યાં નજર છે ત્યાં જ મન હોવું જોઈએ. ભરતનાટ્યમના આ મૂળ મંત્રના સહારે ક્રિકેટ શીખનારી મીઠ્ઠુ એટલે કે મિતાલી રાજની જિંદગી પરથી બનેલી પ્રેરણાદાયી ફિલ્મ ‘શાબાશ મીઠ્ઠુ’ (Shabaash Mithu)ની નજર, દ્રષ્ટિકોણ અને આત્મા બધું જ એક જ જગ્યાએ છે.

પ્રિયંકા ચોપરાના પરિવારમાં ફરી ગૂંજી કિલકારી, જેઠ-જેઠાણી બીજીવાર પેરેન્ટ્સ બનતાં થયો જોરદાર સંયોગ

વાર્તા

દેશના સૌથી સફળ ક્રિકેટરમાંથી એક ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની બાયોપિકમાં મીઠ્ઠુની દેશને ગર્વ અપાવનારી મહિલા બનવા સુધીની વાર્તા દર્શાવે છે. ભરતનાટ્યમ કરતાં-કરતાં ક્રિકેટર બનવું અને પછી પોતાના દેશની મહિલા ક્રિકેટ ટીમને ઓળખ અપાવવાના સંઘર્ષની વાર્તા દર્શાવે છે આ ફિલ્મ. સાથે જ ઘરથી લઈને ક્રિકેટના મેદાન સુધી છોકરા-છોકરી વચ્ચે થતાં ભેદભાવ સામે સવાલ ઉઠાવે છે. પ્રિયા એવેને લખેલી અને સૃજિત મુખર્જીએ નિર્દેશિત કરેલી ફિલ્મ મીઠ્ઠુના બાળપણથી લઈને 2017માં કેપ્ટન તરીકે વિશ્વકપ ફાઈનલ સુધીની સફર પૂરી કરવાનું ચિત્રણ છે. આ સફરની શરૂઆતમાં મીઠ્ઠુને નૂરીના રૂપમાં ફ્રેન્ડ મળે છે જે તને રમતનો નિયમ શીખવે છે કે આઉટ નથી થવાનું. પછી પહેલી જ નજરે તેની પ્રતિભા ઓળખી જનારા કોચ સંપત (વિજય રાજ) જિંદગીનો મૂળ મંત્ર આપે છે કે, આ મેદાન પણ જિંદગી જેવું છે, અહીં કોઈ પીડા મોટી નથી, માત્ર રમત મોટી છે. પોતાની પ્રતિભા અને આ મંત્રોની મદદથી મિતાલી દરેક પડકારને પાર કરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી ઓછી ઉંમરની કેપ્ટન બને છે.

રિવ્યૂ

જોકે, સામાન્ય રીતે નાયક-નાયિકાના જીવનમાં જેવા આર્થિક-સામાજિક સંઘર્ષ જોવા મળે છે તેવી કોઈ મુશ્કેલી મિતાલીની જિંદગીમાં નહોતી. રૂપિયાની તંગી નહોતી કે મા-બાપને મનાવવાની જિદ્દ પણ નહોતી. તેની બહેનપણી નૂરીથી લઈને ટીમમાં સામેલ એક ચાવાળા, લુહાર, ચામડા બનાવનારની દીકરીઓનો સંઘર્ષ ખૂબ મોટો લાગે છે. જોકે, મીઠ્ઠુ છોકરી છે તે વાતનો અહેસાસ તેને બાળપણથી જ વિવિધ પ્રસંગોએ કરાવામાં આવ્યો હોય તે બતાવાયું છે. ભાઈના બદલે મીઠ્ઠુ ટીમમાં પસંદ થતાં તેના દાદી અને ભાઈની નારાજગી સ્પષ્ટ દેખાય છે. મહિલા ક્રિકેટરો અને પુરુષ ક્રિકેટરો સાથેના વ્યવહારમાં થતો ભેદભાવ પણ દેખાય છે. ફિલ્મમાં કેટલાક એવા સીન છે જ્યાં પુરુષ ક્રિકેટરો હોર્ડિંગ સામે બેસીને મહિલા ક્રિકેટરોનું યૂરિન કરવું, એક છોકરી ભારતીય મહિલા ટીમની કેપ્ટન પાસે પુરુષ ક્રિકેટર સાથે ફોટો પાડી આપવાનું કહેવું, એરપોર્ટ કર્મચારીઓનો મહિલા ક્રિકેટરો સાથેનો વર્તાવ તમને એ ભેદભાવ અને દર્દ મહેસૂસ કરવા પર મજબૂર કરી દે છે.

લલિત મોદી સાથે સુષ્મિતા સેનનું અફેર હોવાનું જાણીને આઘાતમાં ભાઈ રાજીવ, કહી ચોંકાવનારી વાત!

ફિલ્મનું નબળું પાસું

જોકે, ફિલ્મનું નબળું પાસું છે તેની ધીમી ગતિ. કેટલાય સીન વિના કારણ ખેંચવામાં આવ્યા હોય તેવું લાગે છે. ખાસ કરીને ઈન્ટરવલ બાદ મિતાલીનો હાર માનીને આવવાળો ઘટનાક્રમ કંટાળાજનક લાગે છે. તેમાં અમિત ત્રિવેદીના ગીતો ફિલ્મની લંબાઈ વધારવાનું કામ કરે છે. ફિલ્મની લંબાઈ હજી પણ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી ઘટાડી શકાઈ હોત. છેલ્લે વિશ્વ કપમાં દરમિયાન મિતાલીના યોગદાનને યોગ્ય રીતે દર્શાવાયું નથી. જોકે, અભિનયની વાત કરીએ તો, તાપસી પન્નુ ખીલી ઉઠે છે. તેની મહેનત દેખાય છે. ભારે ડાયલોગ્ય બોલ્યા વિના તેણે સરસ રીતે મિતાલીને પડદા પર જીવંત કરી છે. જોકે, તેના લૂક પર હજી કામ કરી શકાયું હોત. તેના ચહેરા પર કરવામાં આવેલો ડાર્ક મેકઅપ ધ્યાન ભટકાવે છે. વિજય રાજે પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. આ સિવાય નાનકડી મીઠ્ઠુના રૂપમાં ઈનાયત વર્મા અને નાની નૂરીના રોલમાં કસ્તૂરી જગનામ દિલ જીતી લેશે.

કેમ જોવી?

મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની જિંદગીના પ્રેરણાદાયી સફરને જાણવું હોય તો ફિલ્મ જોવી જોઈએ.

ખાસ્સા ટાઈમથી મીડિયાને અવોઈડ કરતો શાહરૂખ ખાન એરપોર્ટ પર સ્ટાઈલિશ લૂકમાં જોવા મળ્યો

Source link