Business
oi-Hardev Rathod
Saving Tips : વર્તમાન સમયમાં લોકો હંમેશા પૈસા બચાવવાની વાતો કરતા હોય છે, પરંતુ પોતાના ખર્ચાઓને બચત કરી શકતા નથી. તેઓ જણાવે છે કે, પગાર આવે છે એવો જ જતો પણ રહે છે. બીજી તરફ કેટલાક લોકો એવું પણ વિચારે છે કે, તેઓએ પહેલા તેમના માસિક ખર્ચાઓને પહોંચી વળે એ પછી બચત કરશે. જે બાદ બચતનો વિચાર માત્ર વિચાર બનીને જ રહી જાય છે, જે બાદ તેઓ વિચારે છે કે, આગળના મહિનેથી બચત કરવાનું શરૂ કરશે.
આવી સ્થિતિમાં આજે અમે તમને નવા વર્ષમાં બચત કરવાની ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. જેને અપનાવવાથી નવા વર્ષમાં પગાર આવતાની સાથે જ સરળતાથી બચત કરી શકાય છે. બચત એ આવકનો એવો ભાગ છે, જે વર્તમાન ખર્ચમાં ખર્ચવામાં આવતો નથી. તે ભવિષ્યના ઉપયોગ માટે અનામત રાખવામાં આવેલ નાણા છે.
આપણે પૈસા શા માટે બચાવવા જોઈએ?
ઘણીવાર આ પ્રશ્ન લોકોના મનમાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૈસાની બચત કરીને, તેનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે કરી શકાય છે. બચતનો ઉપયોગ ટૂંકા ગાળામાં ઉદ્દેશ્યોને પૂરો કરવા માટે થઈ શકે છે. જેમાં કોઈપણ સામાન અથવા અન્ય સેવા ખરીદવાનો સમાવેશ થઈ શકે છે.
જો કોઈ ઉદ્દેશ્યને પૂરા કરવા માટે બચત કરવામાં આવી રહી છે, તો પગાર આવતાની સાથે જ એક કામ કરવું જોઈએ. તે કામ એવું હોવું જોઈએ કે, પગાર આવે કે તરત જ તમારી બચતનો એક ભાગ અલગ કરી દેવો. આમ કરવાથી દર મહિને બચત કરવાની આદત બની જશે અને રકમ પણ બચશે. પગારનો ઓછામાં ઓછો 10-15 ટકા બચત થવો જોઈએ. આનાથી તમે દર મહિને હજારો રૂપિયા બચાવી શકશો.
English summary
Saving Tips : Start saving like this in the new year, thousands of rupees will be saved every month
Story first published: Wednesday, December 21, 2022, 19:17 [IST]