World
oi-Manisha Zinzuwadia
Russia-Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી આજે બુધવારે વૉશિંગ્ટનમાં જવાની યોજના બનાવી રહ્યા છે અને તે વ્હાઈટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે બંને દેશ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હજુ સુધી કોઈ અંત નથી દેખાઈ રહ્યો. ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણ બાદ ઝેલેન્સકીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુલાકાત દરમિયાન સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા થઈ શકે છે. ઝેલેન્સ્કી પણ કોંગ્રેસને સંબોધશે તેવી અપેક્ષા છે. જો કે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે ઝેલેન્સ્કીના આગમનની યોજના ફાઈનલ નથી, તેમાં ફેરફાર થઈ શકે છે.
અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે સંભવિત મુલાકાત અને બાઈડનની ઘોષણાને લઈને નવી સુરક્ષા સહાયની જાહેરાતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વળી, યાત્રાને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યુ નથી. હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ પણ આ અહેવાલોની પુષ્ટિ કરી નથી કે ઝેલેન્સ્કી બુધવારે કેપિટલ આવશે. તેમણે કહ્યુ કે, ‘મને ખબર નથી કે આવુ થવાનુ છે.’
તમને જણાવી દઈએ કે રશિયા લગભગ એક અઠવાડિયાથી યુક્રેન પર એક પછી એક ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યુ છે. સોમવારે સવારે થયેલા હુમલાથી યુક્રેનના શહેરોમાં અંધાધૂંધી અને ચીસો મચી ગઈ છે. લોકોને રશિયાના હવાઈ હુમલાઓ વિશે ચેતવણી આપતી સાયરનોના કારણે ગભરાટનુ વાતાવરણ ઊભુ થયુ હતુ. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ગુસ્સામાં છે અને યુક્રેનને ઘૂંટણિયે લાવવા માંગે છે. તેમણે રશિયાના આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
English summary
Ukraine President Volodymyr Zelenskyy is planning to visit US
Story first published: Wednesday, December 21, 2022, 9:01 [IST]