Cricket
oi-Hardev Rathod
Rishabh Pant Accident : દિલ્હીમાં ભારતીય ક્રિકેટર ઋષભ પંતને એક ભયાનક માર્ગ અકસ્માત નડ્યો છે. આ કાર અકસ્માતમાં ઋષભ ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીથી ઘરે પરત ફરતા સમયે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર રિષભ પંતને આ કાર અકસ્માત નડ્યો હતો.
રિષભ પંતને સારવાર અર્થે દિલ્હી રેફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ઋષભના પગની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ઘટનાની જાણ થતા ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમના ખબરઅંતર જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અકસ્માતમાં ઋષભ પંની કાર બળીને રાખ થઈ ગઈ હતી.
BREAKING: CRICKETER RISHABH PANT CAR CRASH
Rishabh Pant Injured As His Car Collides With Divider In Uttarakhand.
Pant’s car catches fire after the accident. Incident happened while he was travelling from Uttarakhand to Delhi.#RishabhPant #Pantcarcrash #pantaccident #pantinjured pic.twitter.com/MlJ50gptN4— shashank singh (@shashank_singh2) December 30, 2022
તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. બીજી ટેસ્ટમાં પંત સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની શાનદાર બેટિંગના આધારે તેણે ભારતને મેચને જીત તરફ ધકેલી હતી. જે કારણે જ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં મહત્વના બેટ્સમેનોની નિષ્ફળતા છતાં પણ મેચ જીતી લીધી હતી. હાલ તેને વનડે અને ટી20માં ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
Rishabh Pant Accident: Rishabh Pant met car accident
Story first published: Friday, December 30, 2022, 9:43 [IST]