Business
oi-Hardev Rathod
Reliance Capital Auction : મૂકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની હરાજી માટે સૌથી મોટી બોલી લગાવનારાનું સામે આવ્યું છે. મોટા દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલની સેટલમેન્ટ પ્રક્રિયા અંતર્ગત યોજાયેલી હરાજીમાં બુધવારના રોજ ટોરેન્ટ ગૃપ દ્વારા સૌથી ઊંચી બોલી લગવવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગૃપે અનિલ અંબાણી ગૃપ દ્વારા સ્થાપિત નોન-બેકિંગ ફાયનાન્સ કંપની (NBFC)ના અધિગ્રહણ માટે 8640 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
હિન્દુજા ગૃપે બીજી સૌથી મોટી બોલી લગાવી
ટોરેન્ટ ગૃપની પ્રમોટર સંસ્થાઓએ રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે આ ઓફર કરી છે. બેંકિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, હિન્દુજા ગૃપે પણ આ કંપનીને ખરીદવા માટે હરાજીમાં ભાગ લીધો હતો. જેણે 8150 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ ટોરેન્ટ ગૃપે તેની ઊંચી બોલી દ્વારા આ ઓફરને પરાસ્ત કરી હતી.
પહેલેથી જ બિડિંગ પ્રક્રિયામાંથી બહાર થઇ કોસ્મિયા પિરામલ ટાઈ-અપ
બેકિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, હિન્દુજા ગૃપે બીજી સૌથી વધુ બોલી લગાવી છે, જ્યારે ઓકટ્રીએ હરાજીના તબક્કામાં ભાગ લીધો નથી. કોસ્મિયા પીરામલ ટાઇ-અપ પહેલેથી જ બિડિંગ પ્રક્રિયામાંથી બહાર હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) એ હરાજી માટે રૂપિયા 6,500 કરોડની નીચી કિંમત મર્યાદા નક્કી કરી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ અનુસાર, ધિરાણકર્તાઓએ 31 જાન્યુઆરી, 2023 સુધીમાં રિલાયન્સ કેપિટલની રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ટોરેન્ટ ગૃપનું શું થશે
આ હરાજી જીતવાથી ટોરેન્ટ ગૃપને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં સારો ફાયદો થશે. કારણ કે, આ દ્વારા ટોરેન્ટ ગૃપને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં સંપૂર્ણ 100 ટકા હિસ્સો મળશે, જ્યારે ટોરેન્ટને અન્ય અસ્કયામતો સાથે રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા હિસ્સો મળશે.
જાણો ટોરેન્ટ ગૃપની વિગતો
રૂપિયા 21,000 કરોડના ટોરેન્ટ ગૃપનું નેતૃત્વ 56 વર્ષીય સમીર મહેતા કરે છે અને તેમના નેતૃત્વ હેઠળ ગૃપે અનેક વ્યૂહાત્મક પહેલ કરી છે અને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. ઉદાહરણ તરીકે ટોરેન્ટ ગૃપે પાવર અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, ટોરેન્ટ ગૃપની મુખ્ય કંપની, ભારતની અગ્રણી ફાર્મા કંપનીઓમાંની એક છે. હવે તેના ગૃપ પાસે રિલાયન્સ કેપિટલને ખરીદ્યા બાદ નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં આગળ વધવાની તકો છે.
English summary
Reliance Capital Auction : Anil Ambani’s Reliance Capital got a new owner, torrent won the auction
Story first published: Thursday, December 22, 2022, 9:29 [IST]