RBIએ વ્યાજદરોમાં વધારાનુ કર્યુ એલાન, હવે મોંધી થઈ જશે લોન

નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, ત્યારબાદ રેપો રેટ 4.90 ટકા થઈ ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી છે. જે રીતે મોંઘવારી જોવા મળી રહી છે તેને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરમાં વધારો કરવાની ભલામણ કરી હતી કારણ કે ફુગાવાનો દર રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા ઘણો વધારે છે. નિષ્ણાતોનુ માનવુ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી મોંઘવારી દરને નિયંત્રિત કરવો મુશ્કેલ બની રહ્યો છે અને તે નિર્ધારિત મર્યાદા કરતા વધારે છે તેથી રિઝર્વ બેંકે આ નિર્ણય લેવો પડ્યો.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે જૂન મહિનામાં વ્યાજ દરમાં વધારામાં વધુ વિચારવાની જરૂર નથી. ત્યારપછી એવુ માનવામાં આવતુ હતુ કે આજે વ્યાજદરમાં વધારો નિશ્ચિત છે. આરબીઆઈના ગવર્નરે પોતે ગયા મહિને તેના સંકેત આપ્યા છે તેથી એક જ પ્રશ્ન હતો કે કેટલો વધારો થશે.

વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુવોદીપ રક્ષિતે કહ્યુ હતુ કે અમે આશા રાખીએ છીએ કે રિઝર્વ બેંક રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરે પરંતુ આપણે 35-50 બેસિસ પોઈન્ટ્સ માટે તૈયાર રહેવુ જોઈએ કારણ કે આપણે પ્રી-કોરોના સમયગાળા સુધી પહોંચવા માંગીએ છીએ. ગયા મહિને આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને જે 4.4 ટકા થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ વધારો હતો. તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક ટૂંકા ગાળા માટે અન્ય બેંકોને પૈસા આપે છે.

Source link