Raksha Bandhan Movie Review: દહેજ જેવી કુપ્રથા સામે લડતાં એક ભાઈની કહાણી કરશે ભાવુકએક્ટરઃ અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, સાદિયા ખતીબ, સ્મૃતિ શ્રીકાંત, દીપિકા ખન્ના, સીમા પાહવા
ડિરેક્ટરઃ આનંદ એલ. રાય
શ્રેણીઃ હિંદી, કોમેડી, ડ્રામા
સમયઃ 1 કલાક 50 મિનિટ
રેટિંગઃ 2.5/5

‘રક્ષાબંધન’ની કહાણી (Raksha Bandhan Review)
જો કોઈ તમને કહે કે, 2022ના ઈન્ટરનેટના સમયમાં દિલ્હી જેવી મહાનગરીના ચાંદની ચોકમાં પાણીપુરીની એક એવી દુકાન છે, જ્યાં રોજ ગર્ભવતી મહિલાઓની ભીડ માત્ર એટલા માટે થાય છે, કારણ કે ત્યાંની પાણીપુરી ખાવાથી તેમના ઘરે દીકરાનો જન્મ થાય છે, તો શું તને વિશ્વાસ કરશો? કદાચ નહીં, હા જોઈ કોઈ ગામડાની વાત હોત તો તમે માની પણ લેત, પરંતુ બોલિવુડના મિ. ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’માં આ કમાલ ચાંદની ચોકમાં થઈ રહી છે. અહીં ફિલ્મનો હીરો લાલા કેદારનાથ ઉર્ફે અક્ષય કુમાર (Akshay Kumar) તેની પૂર્વજોની પાણીપુરીની દુકાનમાં મહિલાઓને તેમની પ્રેગ્નેન્સીના મહિના પ્રમાણે ખવડાવે છે, નવમો મહિનો ચાલી રહ્યો હોય તેવી મહિલા, આઠમો મહિનો હોય તેવી મહિલા તેના પછી. મહિલાઓ પણ તેના ઘરે દીકરો જન્મશે તેવી આશા સાથે ખુશીથી પાણીપુરી ખાય છે. આટલા મોટા માર્કેટમાં આ વિચિત્ર પ્રથા સામે કોઈ વાંધો પણ ઉઠાવતું નથી. બધું સારી રીતે ચાલે છે.

Laal Singh Chaddha Movie Review: મેકર્સે Forrest Gumpને આપ્યો પૂરતો ન્યાય, પરિવાર સાથે જોવા જેવી છે

પરંતુ હકીકતમાં તકલીફ તો લાલાના ઘરમાં છે. તેની ચાર બહેન છે, ચારેય એકબીજાથી એકદમ અલગ છે જેમ ચાર દિશા. માના અંતિમ શ્વાસ વખતે લાલાએ તેમને વચન આપ્યું હતું કે, ચારેય બહેનોના લગ્ન કરાવ્યા બાદ જ પોતે પરણશે, પરંતુ સમાજમાં મહામારીની જેમ ફેલાયેલી દહેજ પ્રથા નામની બીમારી તેના વચનમાં બાધારૂપ બને છે. બીજી તરફ, લાલાને નાનપણથી પ્રેમ કરનારી સપના ઉર્ફે ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ઘણા વર્ષથી તેની દુલ્હન બનવાની આશા રાખીને બેઠી છે. તેથી, સપના અને તેના પિતા લાલા પર જલ્દીમાં લગ્ન કરવાનું દબાણ કરતાં રહે છે. તેવામાં આ સ્થિતિમાં પીસાઈ રહેલા લાલા કેદારનાથ પોતાની ચાર બહેનોના દહેજ માટે પૈસા ભેગા કરવા શું પ્રયાસ કરે છે અને શું ગુમાવે છે તે જોઈને તમારું હૃદય ભરાઈ જશે.

કેવી છે ફિલ્મ?
આ અર્થમાં હિમાંશુ શર્મા અને કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલી અને આનંદ એલ. રાય દ્વારા ડિરેક્ટ કરેલી સ્ટોરી એક ઉમદા હેતુ ધરાવે છે. ફિલ્મ દહેજ જેવી કુપ્રથાના મુદ્દાને મજબૂતીથી ઉઠાવે છે, જે આજે પણ ભારતીય સમાજમાં છે. પરંતુ ફિલ્મની સ્ક્રીનપ્લે અને ટ્રીટમેન્ટ આ મોટા મુદ્દાને હળવો બનાવે છે. તેને હળવી અને મનોરંજક બનાવવાના ચક્કરમાં અમુક બાબતોનો ઓવરડોઝ થઈ ગયો છે. ફિલ્મ લાઉડ અને મેલોડ્રામેટિક છે. દહેજના વિષય પર બનેલી ફિલ્મના મોટાભાગના કલાકારો અસંવેદનશીલ લાગે છે. લાલા પોતે શરૂઆતમાં દહેજની તરફેણ કરે છે. પોતાની જ બહેનોના વજન અને રંગ પર કોમેન્ટ કરીને શેમિંગ કરે છે. તેની ત્રણ બહેન સમોસા માટે એકબીજાને મારવા તૈયાર રહે છે. સપનાના પિતા લાલાની બહેનની વિદાયની તક પર તેને ટોણો મારે છે અને તે જોઈને એક સમયે તેવું લાગે કે, આ કઈ દુનિયાનો વ્યક્તિ છે.

દેશમાં આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ના બોયકોટની માગ વચ્ચે વિદેશી ફિલ્મ સમીક્ષકોએ આપ્યો રિવ્યૂ

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની એક્ટિંગ
તેવી અપેક્ષા હતી કે, બીજા ભાગમાં આ બધી વિચારસરણીને જોરદાર ફટકો પડશે અને પાત્રોની વિચારસરણીમાં ધરખમ પરિવર્તન આવશે. એક હદ સુધી તેમ થાય છે, પરંતુ પ્રભાવી રીતે નહીં. ફિલ્મમાં કોમેડી અને એક્શનનો ભરપૂર ડોઝ છે, જે કોઈ જગ્યાએ વધારે લાગે છે. એક્ટિંગના મામલે અક્ષય કુમાર તેની છેલ્લી ફિલ્મો જેવો જ લાગે છે. ભૂમિ પેડનેકર કેટલાક સીનમાં પ્રભાવિત કરે છે, તો બીજી તરફ સાદિયા ખતીમ સુંદર અને સમજદાર લાગે છે. સોન્ગ પણ લાઉડ લાગે છે. તેમ છતાં તહેવાર પર ભાઈ-બહેનના સંબંધને દેખાડતી તેમજ દહેજ જેવી પ્રથા સમક્ષ અવાજ ઉઠાવતી આ પારિવારિક ફિલ્મ એકવાર જોઈ શકાય છે.

ફિલ્મ કેમ જોવી?
દહેજ જેવી કુપ્રથા પર સવાલ કરતી આ ફિલ્મ સારો સામાજિક સંદેશો આપે છે.

Source link