EPF પર વ્યાજ દર
EPF પરના વ્યાજ દરની વાર્ષિક સમીક્ષા કરવામાં આવે છે. એકવાર EPFO નાણાકીય વર્ષ માટે વ્યાજ દરને સૂચિત કરે છે અને વર્ષપૂરું થાય છે, વ્યાજ દરની ગણતરી મહિના મુજબ ક્લોસિંગ બેલેન્સ અને પછી આખા વર્ષ માટે કરવામાં આવે છે.
જે વર્ષમાં નવા વ્યાજ રેટની જાહેરાત કરવામાં આવે છે, તે આગામી નાણાકીય વર્ષ માટે એટલે કે, એક વર્ષની 1 એપ્રીલથી શરૂ થતા વર્ષથી આવતા વર્ષના 31મીમાર્ચના રોજ સમાપ્ત થતા વર્ષ સુધી માન્ય રહે છે.
અનએક્ટિવ અકાઉન્ટ
બીજી તરફ EPF ખાતા ધારકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, જો 36 મહિના સુધી સતત EPF ખાતામાં યોગદાન આપવામાં ન આવે તોખાતું નિષ્ક્રિય થઈ જાય છે.
નિવૃત્તિની ઉંમર ન પામી હોય તેવા કર્મચારીઓના નિષ્ક્રિય ખાતા પર વ્યાજ આપવામાં આવે છે. નિવૃત્તકર્મચારીઓના નિષ્ક્રિય ખાતામાં જમા કરાવવા પર વ્યાજ મળતું નથી.
પેન્શનની ચૂકવણી
જ્યારે નિષ્ક્રિય ખાતાઓ પર મળતું વ્યાજ સભ્યના સ્લેબ દર મુજબ કરપાત્ર છે. કર્મચારી પેન્શન યોજનામાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવેલાયોગદાન માટે કર્મચારીને કોઈ વ્યાજ મળશે નહીં. જોકે, 58 વર્ષની ઉંમર બાદ આ રકમમાંથી પેન્શન ચૂકવવામાં આવે છે.