Petrol and Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલમાં 4 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો

Petrol and Diesel Price Hike: ગત વર્ષે દિવાળી બાદથી સ્થિર થયેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવોની કિંમતોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ચાર દિવસની અંદર જ પેટ્રોલ અને ડીઝલમાં કિંમતમાં 3 વખત ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વખતે પેટ્રોલની કિંમતમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો શુક્રવાર 25 માર્ચથી લાગુ પડશે. નવી કિંમતો બાદ પેટ્રોલની કિંમત 97.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.55 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસની અંદર જ પેટ્રોલિયમ કંપનીઓએ 2.40 રૂપિયાનો વધારો કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદના 137 દિવસ બાદ સોમવાર મધરાતથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો કરવામાં આવ્યો છે. અગાઉ સળંગ બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો કરીને 1.60 રૂપિયાનો વધારો કર્યો હતો. આ અગાઉ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

4 નવેમ્બર 2021ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારો દ્વારા પણ વાહનચાલકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે, પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શરૂ થઈ ગઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી ચૂકી છે. તેને કારણે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો કરવામાં આવ્યો છે.


પાછલા વર્ષે નવેમ્બરમાં પેટ્રોલના ભાવમાં વધારો થયા બાદ ભાવ સ્થિર છે. જોકે, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણી પછી સપ્ટેમ્બરના અંતિમ દિવસમાં જે વધારો શરુ થયો હતો તે દિવાળી સુધી યથાવત રહ્યો હતો. જે દરમિયાન પેટ્રોલમાં 8.15 રૂપિયા મોંઘું થયું હતું. જોકે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જે બાદ રાજ્યો દ્વારા પણ તેમાં ઘટાડો કરવામાં આવતા પેટ્રોલના ભાવ 100ની અંદર આવ્યા હતા. પાછલા વર્ષે પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારે તેજી જોવા મળી હતી. વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો પેટ્રોલ કરતા ડીઝલ બનાવવું મોંઘું પડે છે. પરંતુ ભારતીય રિટેઈલ માર્કેટમાં પેટ્રોલ મોંઘું વેચાય છે અને ડીઝલ સસ્તું વેચાય છે. પાછલા વર્ષે 24 સપ્ટેમ્બરથી અહીં જે ડીઝલમાં આગ લાગવાની શરુ થઈ હતી, જે પછી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થતા ભાવ નીચા આવ્યા હતા. ડીઝલના ભાવમાં 24 સપ્ટેમ્બરથી દિવાળી સુધીમાં લગભગ 9.45 રૂપિયા મોંઘું થયું હતું.

Source link