Pakistan Power Crisis : પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ નિષ્ફળ થઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા મોટા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે.
World
oi-Hardev Rathod
Pakistan Power Crisis : શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનમાં પણ સંકટના વાદળો છવાયા છે. હજૂ પાડોશી દેશ આર્થિક સંકટ અને મોંઘવારીમાંથી બહાર આવી શક્યો નથી, ત્યાં પાકિસ્તાનમાં વધુ પર વધુ એક સંકટમાં સપડાયું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ નિષ્ફળ થઇ ગઇ છે, જે કારણે પાકિસ્તાનના ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા મોટા શહેરો વીજળી વિહોણા બન્યા છે.
સમારકામની કામગીરી ચાલી રહી છે
પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે, સોમવારની સવારે લગભગ 7.30 કલાકે પાકિસ્તાનની નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ફેલ થઈ ગઈ હતી. જેના કારણે સમગ્ર દેશમાં વીજતંત્ર પ્રભાવિત થતા વીજ ખોરવાઈ જવા પામી છે. સમારકામની કામગીરી ચાલી રહી છે.
પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓએ પણ જણાવ્યું છે કે, કરાચી, લાહોરના ઘણા વિસ્તારોમાં વીજળી સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી.
કે-ઇલેક્ટ્રિકના પ્રવક્તા ઇમરાન રાણાએ તેમના ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં પાવર આઉટ થયાના અનેક અહેવાલો આવ્યા છે. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. અમે આ અંગે બને એટલું ઝડપી અપડેટ આપીશું.
પાકિસ્તાને તાજેતરમાં તેની નવી ઉર્જા સંરક્ષણ યોજનાની જાહેરાત કરી છે
ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (QESCO) એ માહિતી આપી છે કે, ગુડ્ડુથી કોઇટા સુધીની બે ટ્રાન્સમિશન લાઈનમાં ખામી સર્જાઈ છે. જેના કારણે બલૂચિસ્તાનના 22 જિલ્લાઓ વીજળી વગરના છે. પાકિસ્તાને તાજેતરમાં તેની નવી ઉર્જા સંરક્ષણ યોજનાની જાહેરાત કરી છે.
લગભગ 12 કલાક સુધી વીજળી ન હતી
ગત વર્ષે ઓકટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટા પાયે ગ્રીડ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે પાકિસ્તાનમાં વીજળીનું મોટું સંકટ સર્જાયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં લગભગ 12 કલાક સુધી વીજળી ન હતી.
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં પાકિસ્તાન પણ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર ઘટીને માત્ર 4 અબજ ડોલરની આસપાસ રહ્યો છે.
English summary
Pakistan Power Crisis : Blackout in many cities of Pakistan, Lahore and Karachi were affected
Story first published: Monday, January 23, 2023, 12:19 [IST]