Madhuri Dixit Outfits : 54 વર્ષે પણ માધુરી લાગી આકર્ષક, ટોપ પહેરી આપ્યા ગ્લેમરસ પૉઝ

 

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત( Madhuri Dixit) એક એવી એક્ટ્રેસ છે જે લાખો લોકો માટે પ્રેરણાથી ઓછી નથી. માધુરીએ પોતાની એક્ટિંગથી તો દિલ જીત્યા જ છે, તેમજ માધુરીએ અમેરિકામાં તેના પરિવાર માટે કારકિર્દીમાંથી બ્રેક લીધો હતો અને જ્યારે તે વર્ષો પછી ફિલ્મોમાં પાછી આવી ત્યારે તેણે એકવાર તેની કુશળતાથી દરેકના દિલ જીતી લીધા હતા. હવે હસીના માત્ર એક્ટિંગ પર જ નહીં પરંતુ તેના સ્ટાઇલિશ દેખાવ પર પણ ખૂબ ધ્યાન આપે છે. ફેશન સ્ટાઈલ મામલે માધુરી દિવસેને દિવસે એટલી આકર્ષક બની રહી છે, જેનો કોઈ જવાબ નથી. 54 વર્ષની ઉંમરમાં પણ માધુરી દીક્ષિત એટલી સુંદર અને યુવાન દેખાય છે કે તેની સુંદરતા દરેક આઉટફિટમાં જોવાલાયક હોય છે.

​દરેક આઉટફીટમાં લાગે છે આકર્ષક

સાડી હોય, લહેંગો હોય કે વેસ્ટર્ન સિલુએટ હોય, માધુરી દરેક આઉટફીટમાં તેની ફેશન સેન્સ એકદમ ટોચ પર જ રાખે છે. હાલના દિવસોમાં પણ તેણે એકથી વધુ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક્સ સામે આવી રહ્યાં છે. જેમાં તેના તમામ કપડા ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. જોકે, આ સુંદર એક્ટ્રેસને મોટાભાગના ભારતીય પોશાક પહેરવાનું પસંદ છે, પરંતુ આમ છતાં તેણે ક્યારેય અન્ય આઉટફીટ અજમાવવાનું બંધ કર્યું નથી. તે હંમેશા તેની ફેશન સેન્સ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે અને તેથી જ તે વેસ્ટર્ન સિલુએટ્સમાં પણ ખૂબસૂરત લાગે છે.

​બેબી પિંક આઉટફીટ

જો વાત કરવામાં આવે માધુરી દીક્ષિતના તાજેતરના લુક્સની તો સૌથી પહેલા આ બેબી પિંક કલરના આઉટફિટ વિશે વાત કરીએ. આ લુકમાં હસીના દ્વારા નેટ ક્લોથ ટોપ પહેરેલું જોવા મળ્યું હતું, જેમાં મેચિંગ ઇનર ઉમેરવામાં આવ્યું હતું. આ આઉટફીટ સિક્વિન્સ અને ફ્લોરલ એમ્બ્રોઇડરી સાથે મેચ કરવામાં આવી હતી અને વેસ્ટલાઈન પર ઈલાસ્ટિક ઉમેરવામાં આવ્યું છે. માધુરીએ આ સુંદર ટોપ સાથે ફ્લેર્ડ પ્લીલેટેડ પેન્ટ્સ મેચ કર્યા હતા, જે મોનોક્રોમ હોવા છતાં ખૂબ જ આકર્ષક લાગતા હતા. અભિનેત્રીએ ફેશન ડિઝાઇનર Tanieya Khanujaના કલેક્શનમાંથી આ આઉટફિટ પસંદ કર્યો છે.

​આવી રીતે કમ્પ્લિટ કર્યો લૂક

માધુરીએ તેના લુકને પૂર્ણ કરવા માટે માધુરીએ તેના કાનમાં મોતીની બુટ્ટી, સિલ્વર બ્રેસલેટ અને રિંગ્સ પહેરી હતી. બીજી તરફ તેણે મેકઅપ માટે ફાઉન્ડેશન, કોન્ટૂર, ગુલાબી હોઠ, મસ્કરા અને બ્રાઉન આઈ-શેડો સાથે, વાળને પણ આકર્ષક રીતે ગોઠવ્યા હતાં. હસીનાનો આ લુક એટલો ક્યૂટ લાગતો હતો, જેને તમે કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં ટ્રાઈ કરી શકો છો.

​લીલી સાડીમાં લાગી સુંદર

આ તસવીર જોશો તો માધુરીએ સાદી સાડીને બદલે લહેંગા સાડી ટ્રાય કરી છે. તેણે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી આ સુંદર ગ્રીન કલરની સાડી પસંદ કરી છે. લહેંગા સાડી પર વર્ટિકલ પેટર્નમાં જટિલ સિક્વન્સ વર્ક ઉમેરવામાં આવ્યું હતું. જ્યારે તે હેમલાઇન પર મલ્ટીકલર સિક્વન્સ સાથે ત્રિકોણ આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. માધુરીએ જે રીતે આ સાડીને ફુલ સ્લીવ્ઝ સાથે ક્રોપ બ્લાઉઝ પહેરી છે તેનાથી તેની પાતળી કમર હાઈલાઈટ થતી જોવા મળી હતી.

​લાગી રહી છે લેડી બોસ

એવું નથી કે, માધુરી માત્ર સાડીમાં જ સુંદર દેખાવાનું જાણે છે, પરંતુ જો તમે માધુરીનો આ પેન્ટ-સૂટનો લુક જોશો તો તમારી વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ જશે. આ લુકમાં હસીના એક લેડી બોસની જેમ પૉઝ આપતી જોવા મળી હતી. તેણે આ ફ્લોરલ પ્રિન્ટેડ પેન્ટસૂટને બ્લેક અને પર્પલ કલરની ક્લોથિંગ બ્રાન્ડ Gennyમાંથી પસંદ કર્યો હતો. જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો હતો. કાળા શર્ટ અને ભારે કર્લ્સ સાથે તે એકદમ પર્ફેક્ટ લાગી રહી હતી. આ લૂકમાં માધુરી એકદમ સુંદર લાગી રહી હતી.

Source link