કેરળમાં દારૂ પર 250 ટકા ટેક્સ
કેરળ સરકાર દારૂ પર બહોળો ટેક્સ લગાવે છે. દારૂનું વેચાણ પણ આ રાજ્યમાં સૌથી વધુ થાય છે. કેરળ સરકાર દ્વારા લગભગ 250 ટકાટેક્સ એકત્ર કરવામાં આવે છે. આવી જ રીતે તમિલનાડુ સરકાર પણ દારૂના વેચાણથી તગડી કમાણી કરે છે. આ સાથે તમિલનાડુમાં વિદેશી
દારૂ પર વેટ, એક્સાઈઝ ડ્યુટી અને સ્પેશિયલ ડ્યુટી લાદવામાં આવે છે.
1000 રૂપિયા પર કેટલો ટેક્સ?
જો સરેરાશ લેવામાં આવે તો, જો કોઈ વ્યક્તિ 1000 રૂપિયાની કિંમતનો દારૂ ખરીદે છે, તો તેમાં 35 થી 50 ટકા કે તેથી વધુ ટેક્સ લાગે છે,એટલે કે, જો તમે 1000 રૂપિયાની દારૂની બોટલ ખરીદી છે, તો લગભગ 350 થી 500 રૂપિયા થશે.
દુકાનદાર કે દારૂ બનાવનારને ચૂકવણી કરવામાં આવતી નથી, પરંતુ સરકારની આવકમાં જમા થાય છે. આ ટેક્સના કારણે રાજ્યોને અબજો રૂપિયાની કમાણી થાય છે.
જાણો દારૂ પરના ટેક્સના દર
ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂ પર અલગ-અલગ રીતે કર લાદવામાં આવે છે. ગુજરાત સરકારે 1961થી દારૂનાવપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હજૂ પણ ખાસ લાયસન્સ બહારના લોકો દારૂ ખરીદી શકે છે.
આવી જ રીતે પોંડિચેરીને તેનીમોટાભાગની આવક દારૂના વેપારમાંથી મળે છે. પંજાબ સરકાર દ્વારા ગયા વર્ષે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
આ સિવાય ત્યાંસેલ્સ ક્વોટા પણ વધારવામાં આવ્યો હતો. સરકારને આશા છે કે, આગામી નાણાકીય વર્ષમાં દારૂમાંથી લગભગ 7 હજાર કરોડ રૂપિયાનીઆવક થવાની છે.