કોલિંગ અને SMS સેવાઓ ત્રણ કલાક સુધી પ્રભાવિત થઈ
ઉલ્લેખનીય છે કે, ઘણા Jio યુઝર્સ કોલ કરી શકતા નથી કે, રિસીવ પણ કરી શકતા નથી, તેમજ SMS નો ઉપયોગ કરી શકતા નથી,પરંતુ ઘણા યુઝર્સ કોલ કરી શકતા હોય છે.
આ પહેલા પણ Jio ની સેવાઓ અટકી ગઈ હતી, જેમાં યુઝર્સની કોલિંગ અને SMS સેવાઓત્રણ કલાક સુધી પ્રભાવિત થઈ હતી. જોકે, આ સમય દરમિયાન યુઝર્સ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકતા હતા.
Jio ની સર્વિસને લઈને મીમ્સ શેર કરી રહ્યા છે યુઝર્સ
આ સાથે મંગવવારની સવારથી જ યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વીટર પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઘણાયુઝર્સ Jio ની સર્વિસને લઈને મીમ્સ પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે મીમ્સ સાથે લખ્યું, #Jiodown ની સ્થિતિ જ્યારે તમારી પાસે JioFiber, Jio SIM અને Jio મોબાઈલ હોય અને નેટવર્ક ડાઉન હોય.
તમે 5G ની સારી સેવા કેવી રીતે પ્રદાન કરશો
બીજી તરફ અન્ય યુઝરે લખ્યું કે, સવારથી તેના મોબાઈલ પર VoLTE સિગ્નલ દેખાતું નથી અને તે કોલ કરી શકતો નથી. આવીસ્થિતિમાં તમે 5G ની સારી સેવા કેવી રીતે પ્રદાન કરશો જ્યારે માત્ર સામાન્ય કોલ્સમાં જ સમસ્યા છે.