LIC નો બેસ્ટ પ્લાન
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની પોલિસી રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે, LIC સરકારી વીમા કંપની છે. મોટાભાગના લોકો આજે વીમો લે છે.
આવી સ્થિતિમાં તમારે LICની જીવન રક્ષક પોલિસી વિશે જાણી લેવું જોઈએ. આ પોલિસીમાં તમારે એક વાર પ્રીમિયમ જમા કરાવવું પડશે, જે બાદ દર મહિને પેન્શનની ખાતરી આપવામાં આવે છે.
આ રીતે તમને મળશે 20 હજાર રૂપિયા
જો આ પોલિસી ખરીદનારી વ્યક્તિની ઉંમર 75 વર્ષ છે, તો તેણે 40 લાખ 72 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. જે બાદ તેમને દર મહિને20 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
જો તમે 6 લાખ 10 હજાર 800 રૂપિયાનું પ્રીમિયમ ખરીદો છો, તો આ પ્લાન પર તેમને 6લાખ રૂપિયાની વીમાની રકમ મળશે. આવી સ્થિતિમાં તમને વર્ષ માટે 76 હજાર 650 રૂપિયા પેન્શન આપવામાં આવશે. જો તમે દર મહિનેઆ પેન્શન લેવા માંગો છો, તો તમને 6 હજાર રૂપિયા મળશે.
આ સાથે અર્ધવાર્ષિક પેન્શન લગભગ 37 હજાર રૂપિયા હશે. LICના જીવન અક્ષય પ્લાનમાં વર્ષ માટે ઓછામાં ઓછું 12 હજાર પેન્શન મળે છે. આ પેન્શન રોકાણકારને મૃત્યુ સુધી ઉપલબ્ધ છે.
જાણો પોલિસીના ફાયદા
જો તમે આ પોલિસી ખરીદો છો, તો તમને ઘણા ફાયદા મળવાના છે. જો તમને અચાનક લોનની જરૂર પડે, તો તમે આ પ્લાન ખરીદ્યાના 90દિવસ બાદ લોન પણ લઈ શકો છો.
તમે આ પોલિસીમાં જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો એટલે કે આમાં રોકાણની મહત્તમ મર્યાદાનક્કી કરવામાં આવી નથી. જોકે, આ પ્લાન ખરીદવા માટે ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.