Sports
oi-Balkrishna Hadiyal
નવી દિલ્હી : આઈપીએલ 2023 માટે ખેલાડીઓની બોલી લાગી ગઈ છે અને ઘણા ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ ખેલાડીઓમાં એક નામ નિકોલસ પુરનનું પણ છે. હજુ હમણા જ પુરા થયેલા T20 વર્લ્ડકપમાં ભારતની નૈયા ડુબાડનારા નિકોલસ પૂરને ઓક્શનમાં અધધ રૂપિયા મેળવ્યા છે.
T20 વર્લ્ડકપમાં નિકોલસ પુરનની કેપ્ટનશીપમાં જ ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડકપ સાથે સાથે નિકોલસ પુરન આઈપીએલમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જો કે તમ છત્તા પણ આ વખતે લખનૌ સુપર જાયન્ટે તેના પર રૂપિયાનો વરસાદ કર્યો છે.
આજે યોજાયેલા આઈપીએલ ઓક્શનમાં નિકોલસ પુરન 16 કરોડમાં વેચાયો હતો. પુરન માટે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે લાંબી ફાઈટ ચાલી હતી. અંતે લખનૌએ 16 કરોડમાં નિકોલસ પુરનનને પોતાની ટીમમાં સમાવ્યો હતો. અહીં નિકોલસ પુરન સાથે એક રેકોર્ડ પણ જોડાયો છે. તે સૌથી મોંઘો વેચાનારો વિકેટકિપર બેટ્સમેન બન્યો છે.
Welcome to the #SuperGiant family @nicholas_47! 😍#IPL2023 | #IPLAuction | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/sHW6KEjUKX
— Lucknow Super Giants (@LucknowIPL) December 23, 2022
2022ાં આઈપીએલ ઓક્શન દરમિયાન નિકોલસ પુરનને હૈદરાબાદે 10.75 કરોડમાં પોતાની ટીમમાં સમાવ્યો હતો. આ વખતે ઓક્શન પહેલા ટીમે તેને રિલિઝ કરી દીધો હતો. પુરનના આંકડાઓ પર નજર કરીએ તો તેને 2022માં 14 મેચમાં 306 રન બનાવ્યા હતા. આ પહેલા તે પંજાબ તરફથી પણ રમી ચુક્યો છે. આઈપીએલમાં પુરન ધાર્યા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
English summary
IPL Auction 2023: T20 World Cup flop player sold for 16 crores in auction, know who is the player?
Story first published: Friday, December 23, 2022, 19:10 [IST]