સૈમ કરન પર પૈસાનો વરસાદ થઈ શકે
ઈંગ્લેન્ડના ઑલરાઉન્ડર ખેલાડી સેમ કરન પર કેટલીય ટીમોની નજર રહેશે. સેમ કરન પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ રમી ચૂક્યો છે. એવામાં આ બંને જ ટીમ પોતાના આ મેચ વિનર ખેલાડીઓને ફરી એકવાર પોતાની સાથે જોડાવાની કોશિશ કરશે. પંજાબથી બહાર થયા બાદ સેમ કરનને ચેન્નઈએ ખરીદ્યો હતો. ધોનીની કપ્તાનીમાં કરને ટીમ માટે કેટલીય યાદગાર ઈનિંગ રમી હતી.
હરાજી પહેલાં કરને કહી આ વાત
ઑક્શન પહેલાં સેમ કરને કહ્યું કે તે પોતાના ઘરે બેસી ટીવી પર હરાજી જોશે॥ તેમણે ઉમ્મીદ જતાવી છે કે હરાજીમાં તેના પર કેટલીય ટીમો પૈસાનો વરસાદ કરી શકે છે. તેમણે કહ્યું કે, વધુમાં વધુ ટીમો તેમને ખરીદવામાં દિલચસ્પી દેખાડે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. સૈમ કરન ટીમને ત્રણેય ડિપાર્ટમેન્ટમાં મજબૂતી પ્રદાન કરે છે. બોલથી વિકેટ ચટકાવવાની સાથોસાથ બેટથી સિક્સનો વરસાદ કરવાની આવળત સેમ કરન દુનિયાને અગાઉ દેખાડી જ ચૂક્યો છે.
ટી20 વર્લ્ડ કપ શાનદાર રહ્યો
ઈંગ્લેન્ડની ટીમે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. પરંતુ ઈંગ્લેન્ડની આ જીતમાં સેમ કરનનો રોલ પણ મહત્વનો રહ્યો હતો. પોતાના દમદાર પ્રદર્શનને કારણે સેમ કરન ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધી ટૂર્નામેન્ટ બન્યા હતા. કરને 6 મેચમાં 11.38ની એવરેજથી 13 વિકેટ ખેરવી. ફાઈનલમાં કરને 4 ઓવરમાં 12 રન આપી ત્રણ વિકેટ ચટકાવી હતી. સેમ કરન ફરી એકવાર ચેન્નઈ સાથે રમતા જોવા મળી શકે છે, આ ઓલરાઉન્ડર ખેલાડી પર ધોનીની ટીમ તગડી રકમ ખર્ચ કરી શકે છે.