Sports
oi-Balkrishna Hadiyal
આઈપીએલ ઓક્શનમાં સૌરાષ્ટ્રના વધુ એક ખેલાડીને લોટરી લાગી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા સમર્થ વ્યાસને આઈપીએલની ટીકિટ મળી ગઈ છે. સૌરાષ્ટ્રનો ખેલાડી વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. સમર્થ વ્યાસને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં હૈદરાબાદે તેની ટીમમાં લીધો છે.
ગુજરાતના રણજી ખેલાડી સમર્થ વ્યાસને 2 0 લાખમાં હૈદરાબાદે ટીમમાં સમાવ્યો છે. સમર્થ વ્યાસ 2015થી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી તેમજ મુસ્તાક અલી ટી-20 ટ્રોફી રમી ચુક્યો છે. 150થી ઉપરની સ્ટ્રાઈક રેટ ધરાવનાર સમર્થ વ્યાસ ઓ રાઉન્ડર ખેલાડી છે.
આઈપીએલ માટે ટીમમાં પસંદગી થતા સમર્થ વ્યાસે કહ્યું કે, આઈપીએલમાં રમવું એક સપનું હતું. ઓક્શન સમયે હું રણજી ટ્રોફીના એક મેચમાં વ્યસ્ત હતો અને મેચ પુરો થયા બાદ હું જ્યારે ડ્રેસિંગરૂમમાં હતો ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા મને પિક કરાતા હું ખૂબ જ એક્સાઇટેડ છુ. અત્યાર સુધી જે પ્રમાણેનું મારું પ્રદર્શન રહ્યું છે. એજ પ્રમાણેનું પ્રદર્શન આગામી દિવસોમાં પણ રહેશે.
અહીં સમર્થ વ્યાસના પિતાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, આજે કોચીમાં ચાલી રહેલુ ઓકશન ઘરે ટીવી પર નિહાળી રહ્યા હતા. મારા દીકરાને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદવામાં આવ્યો તે અમારા માટે ગર્વની ક્ષણ હતી. અમે દીકરાને કહ્યું હતું કે IPLમાં રમવા માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે. તે પહેલેથી જ મહેનત કરી રહ્યો હતો.
English summary
IPL Auction 2023: Another player from Saurashtra won the lottery in IPL auction
Story first published: Friday, December 23, 2022, 22:05 [IST]