IPL 2023 Auction : આઇપીએલ 2023માં રમશે આ ઘાતક ઓલરાઉન્ડર, મિની ઓક્શનમાં આવ્યું નામ

આ વિસ્ફોટક ઓલરાઉન્ડર મિની ઓક્શનમાં જોવા મળશે

આ વિસ્ફોટક ઓલરાઉન્ડર મિની ઓક્શનમાં જોવા મળશે

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી માટે પોતાનું નામ આપ્યું છે. કેમરૂન ગ્રીનનું કહેવું છે કે, તે આ ટી20 લીગમાં રમવાને લઈને ઉત્સાહિત છે. કારણ કે, ત્યાં ક્રિકેટરને પોતાને સુધારવા માટે સારું વાતાવરણ મળે છે.

આઈપીએલનો હિસ્સો બનવા પર કહી આ વાત

આઈપીએલનો હિસ્સો બનવા પર કહી આ વાત

ક્રિકેટ કોમ એયુ અનુસાર, કેમરૂન ગ્રીને જણાવ્યું હતું કે, મેં હરાજી માટે નામ આપ્યું છે. આ એક રોમાંચક અવસર હશે. ઘણા ખેલાડીઓ, ખાસ કરીને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, તેમના IPL અનુભવ વિશે ખૂબ સારી રીતે વાત કરે છે.

તેઓ ટીમના ઉચ્ચ સ્તરીય કોચ અને તમારી સાથે રહેતા ટોચના ખેલાડીઓ વિશે વાત કરે છે. તેઓ તમામ વિશ્વમાં તેમની કુશળતામાં શ્રેષ્ઠ છે. મેં હજૂ સુધી આ પ્રકારના વાતાવરણમાં વધારે મેચ રમી નથી. હું વધુ ને વધુ શીખવા માંગુ છું અને સંભવતઃ મને ત્યાં શીખવા માટે ખૂબ જ સારું વાતાવરણ મળશે.

ભારત સામે કર્યું હતું વિસ્ફોટક પ્રદર્શન

ભારત સામે કર્યું હતું વિસ્ફોટક પ્રદર્શન

ગ્રીન, જેણે તાજેતરના સમયમાં તેની પાવર હિટિંગથી ઘણાને પ્રભાવિત કર્યા છે, તે આઈપીએલની હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી એક હશે. તેને થોડા મહિના પહેલા ભારતમાં ટી20 સિરીઝ દરમિયાન ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી, જેમાં તે ઘણો સફળ રહ્યો હતો. કેમરૂન ગ્રીને ટીમ ઈન્ડિયા સામે 3 માંથી 2 મેચમાં અડધી સદી ફટકારી હતી.

Source link