IPL 2022: સુનીલ ગાવસ્કરે જણાવ્યું હાર્દિક પંડ્યાની સફળતા પાછળનું કારણ?

 

IPL 2022: દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) આઈપીએલ 2022ની સિઝન દરમિયાન ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) કેપ્ટન હાર્દિક પંડ્યાના (Hardik Pandya) ભરપેટ વખાણ કર્યાં છે. સુનીલ ગાવસ્કરને લાગે છે કે, હાર્દિક ખુબ જ સમજી વિચારીને રમી રહ્યો છે. આ ઉપરાંત ગાવસ્કરે કહ્યું કે, હાર્દિક પંડ્યા ખુબ જ શિસ્તમાં બેટિંગ કરી રહ્યો છે, અને ફિલ્ડમાં પ્રતિબંધનો સારો ઉપયોગ કરે છે, જેનાથી તેની રમતમાં ઘણો સુધારો થયો છે. વડોદરાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમ માટે અનેક વખત કેપ્ટન ઈનિંગ્સ રમતાં સંકટમોચકની ભૂમિકા પણ ભજવી છે. ગુજરાત ટાઈટન્સ માટે હાર્દિકે બેટિંગની સાથે સાથે ટીમને જરૂર પડી ત્યારે સારી બોલિંગ પણ કરી છે.

વર્ષ 2019માં બેક સર્જરી કરાવ્યા બાદ હાર્દિક પંડ્યાને બોલિંગ કરતાં સમયે સંઘર્ષનો સામનો કરવો પડતો હતો. ભારત માટે તેણે છેલ્લે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ટી20 વર્લ્ડ કપમાં નામિબીયા સામેની મેચ રમી હતી. અને ત્યારબાદથી તે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે, આઈપીએલ પહેલાં તે ખુબ જ ઓછું ક્રિકેટ રમ્યો છે, કેમ કે, ઈજા બાદ તે તમામ સમસ્યાઓ સામે એકદમ ફીટ થવા માટેનાં પ્રયાસો કરતો હતો.

ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, હવે જુઓ તે બેટિંગમાં કેવી શિસ્ત દેખાડી રહ્યો છે, તે પાવરપ્લેમાં સારી બેટિંગ કરી રહ્યો છે અને ફિંલ્ડમાં પ્રતિબંધનો સંપુર્ણ ઉપયોગ કરી રહ્યો છે, અને ફિલ્ડમાં પણ તે ખુબ જ સારું કરી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો, તે ખુબ જ સમજી-વિચારીને રમી રહ્યો છે, અને ગેમમાં જ્યારે આ વસ્તુ બને છે, ત્યારે તમારી ગેમમાં સતત સુધારો જ થતો જાય છે.

ભુતપૂર્વ ભારતીય બેટર આકાશ ચોપરાએ કહ્યું કે, હાર્દિક પંડ્યા તેના મેન્ટર એમ.એસ.ધોની પાસેથી યોગ્ય વસ્તુઓ શીખ્યો છે. મને લાગે છે કે, હાર્દિક ધોનીને પોતાના મેન્ટર તરીકે માન આપે છે. તે ધોનીની ખુબ જ નજીક છે. વ્હાઈટ બોલ ક્રિકેટના ઈતિહાસમાં ધોની જે નંબરે બેટિંગ કરવા માટે આવે છે, અને તે જે ભૂમિકા ભજવે છે, તેનાથી વધારે સારું ઈતિહાસમાં બીજું કોઈ રમી શક્યું નથી.

Source link