IPL 2022: મિશેલ માર્શનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો, દિલ્હી-પંજાબની મેચ રદ નહીં થાય

 

IPL 2022: ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર મિશેલ માર્શનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતાં દિલ્હીની ટીમને રાહત મળી છે. મિશેલ માર્શનો રિપોર્ટ નેગેટિવ આવવાનો અર્થ એ છે કે, બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાનાર મેચ તેના શિડ્યુલ મુજબ જ ચાલુ રહેશે. આ ઉપરાંત એ વાતની પણ પુષ્ટિ કરી દેવામાં આવી છે, કે દિલ્હીના ફિઝિયો પેટ્રિક ફર્હર્ટ કે જે કોરોના નેગેટિવ આવ્યા બાદ આઈસોલેશનમાં છે, તેમના સિવાયના તમામ આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

બીસીસીઆઈના સીનિયર અધિકારીએ ન્યૂજ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મિશેલ માર્શનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આરટી-પીસીઆર ટેસ્ટ એક ઠોસ પુરાવો છે અને તેના સિવાય અન્ય મેમ્બર્સના આરટી-પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પણ નેગેટિવ આવી ચૂક્યા છે. દિલ્હી અને પંજાબ વચ્ચે બુધવારે રમાનાર મેચમાં કોઈપણ પ્રકારનો ખતરો નથી. એ સમજી શકાય છે કે, ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડરમાં થોડા લક્ષણો જોવા મળ્યા હોય અને જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હોય, ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય. તે ફર્હર્ટના માર્ગદર્શન હેઠળ રિહેબમાં હતો અને તેનામાં હળવા લક્ષણો આવ્યા હોય કે જે ચિંતાજનક ન હોવાનું સામે આવ્યું છે.

બીસીસીઆઈના અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે, દિલ્હીની ટીમ આજે પુને જવા માટે રવાના થવાની હતી, પણ તમામ સભ્યોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ પોતાના રૂમમાં જ આરામ કરે. અને પ્રોટોકોલ મુજબ કેમ્પમાં કોરોના આઉટબ્રેક થયો છે કે નહીં તે જાણવા તમામના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે કે પછી આ ફક્ત પેટ્રિકની જેમ આઈસોલેટેડનો કેસ છે.

બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે, તમામ ટીમો પુનેની કોન્રાર્ડ હોટેલમાં રોકાઈ છે, જ્યાં બીસીસીઆઈ દ્વારા બાયો બબલ બનાવવામાં આવ્યો છે. તેઓ પ્રવાસ કરવાના હતા પણ હવે તે પોસ્ટપોન થઈ ગયો છે. અને હવે જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તે લોકો આવતીકાલે મેચ રમવા માટે રવાના થશે. બીસીસીઆઈના પ્રોટોકોલ મુજબ દર પાંચમા દિવસે ટીમના દરેક મેમ્બરનો કોરોના ટેસ્ટ કરવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ કોરોના કેસો સામે આવતાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલ સ્થગિત કરી દેવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. જો કે, માર્શનો રિપોર્ટ નેગેટિવ આવતાં દિલ્હી સહિત આઈપીએલના મેનેજમેન્ટે હાશકારો અનુભવ્યો હતો.

Source link