IPL:રાશિદ ખાને મચાવ્યું તોફાન, ધોનીને પીવડાવી તેની જ ‘કડવી દવા’

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કેપ્ટનસી કરી રહેલા રાશિદ ખાને પ્રથમ મેચમાં ધમાકો કરી દીધો હતો. આઈપીએલ-2022માં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં પહેલા ગુજરાત ટાઈટન્સ ટીમની આગેવાની કરતા રાશિદ ખાને ચુસ્ત બોલિંગ કરતા ચાર ઓવરમાં ફક્ત 29 રન જ આપ્યા હતા. બાદમાં બેટિંગ કરતા 21 બોલમાં 40 રનની મેચ ટર્નિંગ ઈનિંગ્સ રમી હતી. જોકે, જીતનો હીરો ડેવિડ મિલર રહ્યો હતો જેણે અણનમ 94 રનની ઈનિંગ્સ રમીને ચેન્નઈના હાથમાંથી વિજયનો કોળીયો છીનવી લીધો હતો. પરંતુ આ મેચમાં રાશિદ ખાનની બેટિંગ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. પોતાની ઈનિંગ્સમાં રાશિદ ખાને ફટકારેલા હેલીકોપ્ટર શોટ્સે લોકોને ખુશ કરી દીધા હતા.

 પ્રશ્નાર્થ ક્રિસ જોર્ડને કરેલી 18મી ઓવરમાં રાશિદ ખાને ત્રણ સિક્સ અને એક ચોગ્ગો ફટકારીને મેચની બાજી પલટી દીધી હતી. અગાઉ ગુજરાતને વિજય માટે 18 બોલમાં 48 રનની જરૂર હતી. આ લક્ષ્યાંક કપરો લાગી રહ્યો હતો પરંતુ રાશિદની બેટિંગે આખુ સમીકરણ બદલી દીધું હતું. ગુજરાતે અંતિમ ચાર ઓવર્સમાં 52રન ફટકારીને છ મેતમાં પોતાનો પાંચમો વિજય નોંધાવ્યો હતો. જ્યારે ચેન્નઈને છ મેચમાં પાંચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

રાશિદે ફટકાર્યા હેલીકોપ્ટર શોટ્સ, જોતો રહી ગયો ધોની

MS Dhoni Video Viral: ધોની Live મેચમાં ફૂટબોલ રમવા લાગ્યો, વીડિયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેલીકોપ્ટર શોટ્સનો જનક મહેન્દ્ર સિંહ ધોની માનવામાં આવે છે. ફૂલ લેન્થ અથવા તો ઓવરપિચ બોલ પર હાઈ બેક લિફ્ટ સાથે 45-50 ડિગ્રી એન્ગલથી ફટકારવામાં આવેલો શોટ હેલીકોપ્ટર શોટ ગણાય છે. ચેન્નઈ સામેની મેચમાં રાશિદ ખાને આવા હેલીકોપ્ટર શોટ્સ ફટકાર્યા હતા જેને વિકેટ પાછળ રહેલો ધોની જોતો રહી ગયો હતો.

ગત સિઝનમાં ઓરેન્જ કેપ વિજેતા રેહલા ઋતુરાજ ગાયકવાડે પોતાનું ફોર્મ પરત મેળવી લીધું હતું અને સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે ગુજરાત સામેની મેચમાં 73 રનની ઈનિંગ્સ રમી હતી. જેની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટે 169 રનનો સ્કોર નોંધાવ્યો હતો. મેચમાં ગુજરાતની ટીમ તેના નિયમિત સુકાની હાર્દિક પંડ્યા વગર રમવા ઉતરી હતી. ટીમને 16 રનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે ચેન્નઈનો વિજય નક્કી માનવામાં આવી રહ્યો હતો. જોકે, ડેવિડ મિલરે 51 બોલમાં અણનમ 94 રનની ઈનિંગ્સ રમીને ગુજરાતને રોમાંચક વિજય અપાવ્યો હતો. તેણે આઠ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી.

Source link