Business
oi-Hardev Rathod
Investment Schemes : નરેન્દ્ર મોદી સરકારે નવા વર્ષ 2023 પહેલા સામાન્ય જનતાને મોટી ગિફ્ટ આપી છે. સરકારે એક જાન્યુઆરીથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ, સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કિમ પર આપવામાં આવતા વ્યાજ દર વધી રહ્યો છે.
પીપીએફના દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારો જાન્યુઆરી-માર્ચના ક્વાટરના વ્યાજ દરો માટે કરવામાં આવ્યો છે.
1 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધારીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે 2 વર્ષની સ્કીમ પર 6.8 ટકાના દરે વ્યાજ મળશે. 3 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધીને 6.9 ટકા થઈ ગયો છે. આવા સમયે, 5 વર્ષની યોજના પર 7 ટકાના દરે વ્યાજ મળશે. સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ પ્લાન પર વ્યાજ દર હવે 8 ટકા છે.
માસિક આવક યોજના પર વ્યાજ દર વધીને 7.1 ટકા થઈ ગયો છે. આ સિવાય કિસાન વિકાસ પત્ર પર હવે 7.2 ટકાના દરે વ્યાજ મળશે. આવા સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.
English summary
Investment Schemes : The government gave this person a New Year gift, a huge increase in the interest rate of small savings schemes
Story first published: Friday, December 30, 2022, 18:46 [IST]