Indonesia earthquake : ઇન્ડોનેશયાના મુખ્ય ટાપુ જાવામાં આવેલા ભયંકર ભૂકંપમાં મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે. આ સાથે 700થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ભૂકંપ 5.6ની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર માપાયો છે. હાલ ઇન્ડોનેશિયામાં ભૂકંપના પગલે રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ભૂકંપમાં ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ભૂકંપ બાદ ડૉકટર્સે દર્દીઓની બહાર સારવાર કરી રહ્યા છે. આ સાથે કેટલાક કલાકો સુધી હોસ્પિટલોની વીજળી પણ ખોરવાઇ હતી.
પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું, આ ભૂકંપ ખુબજ ભયાનક છે. આ સાથે હોસ્પિટલમાં કેટલાક દર્દીઓના માથા, પગની સર્જરી કે અન્ય સારવાર હોસ્પિટલ બહાર જ કરવામાં આવી રહી છે. જનરેટર દ્વારા અથવા પાવર ગ્રીડ સાથે કનેક્શન છે, તે સ્પષ્ટ નથી કે તે કેટલા સમય સુધી ચાલશે. આ સાથે આશ્વાસન આપ્યું હતું કે, સોમવારની સાંજ સુધીમાં પાવર આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમના નિવેદન બાદ વીજ પૂરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલના એક સર્વે અનુસાર, બપોરે ભૂકંપ પશ્ચિમ જાવાના સિઆનજુર પ્રદેશમાં કેન્દ્રીત હતો, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ભૂકંપમાં 56 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળ પર હજૂ પણ ઘણા લોકો ફસાયેલા છે. આ સાથે ઇજાઓ અને જાનહાનિ સમય સાથે વધે તેવી શક્યતા છે.
મોટાભાગના મૃત્યુની ગણતરી એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી, સિઆનજુરના સ્થાનિક વહીવટી તંત્રના વડા હર્મન સુહરમેને અગાઉ જણાવ્યું હતું કે, મોટા ભાગના પીડિતો તૂટી પડેલી ઇમારતોના ખંડેરમાં માર્યા ગયા હતા. ભૂકંપ બાદ શહેરની સયાંગ હોસ્પિટલમાં પાવર સપ્લાય ન હતો, જેના કારણે ડૉકટર્સ પીડિતોના તાત્કાલિક ઓપરેશન કરી શકતા ન હતા. આ સાથે દર્દીઓની વધુ પડતી સંખ્યાને કારણે વધુ આરોગ્ય કર્મચારીઓની તાકીદે જરૂર હતી.
ગવર્નર કામિલે જણાવ્યું હતું કે બહુવિધ ભૂસ્ખલનને કારણે કેટલાક વિસ્તારોનો માર્ગ બંધ થઈ ગયા છે અને તેમને ખોલવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ભૂકંપને કારણે શહેરમાં દુકાનો, એક હોસ્પિટલ અને ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલને ભારે નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2021 માં સુલાવેસી ટાપુને હચમચાવી દેનાર 6.2ની તીવ્રતાના ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા હતા.