ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલા મૌસમને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે હૈદરાબાદમા રમાનાર મેચમાં વરસાદ પડવાના કોઇ જ અણસાર નથી જેથી ફેન્સમાં તેને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Cricket
oi-Jayeshkumar Bhikhalal
ભારતીય ટીમ ન્યુઝિલેન્ડ સામે હૈદરાબાદમાં ત્રણ વનડે મેચોની સીરિઝની શરુઆત કરશે. ઘર આંગણે રમાનાર વન ડે સીરિઝને એક્સટેંશનના રૂપમાં લેવામા આવશે જેની શરુઆત શ્રીલંકા સામે ગયા અઠાડીયે થઇ હતી. આ ત્રણ મેચોની વનડે સીરિઝને ક્લીન સ્વીપ કર્યાના ત્રણ દિવસ બાદ ભારત બુધવારે પહેલી વનડે હૈદરાબાદમા ન્યુઝીલેન્ડ સામે રમશે.
મજાની વાત એ છે કે, ન્યુઝીલેન્ડ બેક ટુ બેક વ્હાઇટ બોલ ક્રિકેટ રમી રહ્યુ છે અને તે પણ ઉપમાહા્દ્વિપ પરિસ્થિતિમાં સારુ રમી રહ્યા છે. કેમ કે, બ્લેક કેપ પાકિસ્તાન સામે એક સફળ સીરિઝ જીતીને આવી રહ્યા છે . ભારતને આશા છે કે, કીવી શ્રીલંકાની તુલનામાં સારી રીતે તેમને ટક્કર આપશે આવો જાણીએ હૈદરાબાદમાં મૌસમ કેવો રહેશે.
ઉત્તર ભારતમા તો અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહી છે. પરંતુ સાઉથ ઇન્ડિયામાં આવેલ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બપોરે 2 વાગ્યે 29 ડિગ્રી ગર્મ તડકો ટીમોનું સ્વાગત કરશે આ દરમિયાન 33 ટકા ભેજ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એટલે કે કોઇ પણ પ્રકારની સમસ્યા વગર વધરે એક મુકાબલો ભારતમાં સંપમન્ન થશે. ભારતીય કેપ્ટન રોહીત શર્માએ પુષ્ટી કરી છે કે, વિકેટકિપર બેટ્સમેન ઇશાન કિશન રમશે. કિશન ડબલ સદિ ફટકારીને પણ બહાર રહીને ખુદને બેબસ અનુભવ કરતો હશે. શ્રીલંકા સામેની સીરીઝમાં તેને નંજર અંદાજ કરવામાં આવ્યો હતો .હવે શ્રેયસ અય્યરની પીઠમાં ઇજા થતા તે બહાર થયો છે. કેએલ રાહુલનું હાથનો ઇલાજ ચાલુ રહ્યો છે. જેથી બેટ્સમેન કિશન માટે મધ્યક્રમમાં બટિંગનો રસ્તો ખુલી ગયો છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
What will the weather be like in the match between India and New Zealand?