Ind vs SL: રોહિત શર્માની સિક્સથી સ્ટેડિયમમાં બેઠેલાં દર્શકનું નાક ફ્રેક્ચર થઈ ગયું

 

Ind vs SL 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતના કેપ્ટન રોહિત શર્માના (Rohit Sharma) સિક્સ ફટકારતાં સ્ટેડિયમમાં મેચ જોવા બેઠેલો એક દર્શન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. રોહિત શર્માએ પ્રથમ ઈનિંગ્સમાં ફક્ત એક સિક્સ ફટકારી હતી, અને બોલ સીધો સ્ટેડિયમમાં ગયો હતો. અને આ દરમિયાન સ્ટેડિયયમાં બોલ સીધો એક યુવકના નાક પર વાગ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સે કહ્યું હતું કે તેનું નાક ફ્રેક્ચર થઈ ગયું છે. રોહિતે પોતાની પ્રથમ ઈનિંગ્સમાં 15 રનમાં માત્ર એક ચોગ્ગો અને એક સિક્સ લગાવી હતી.

કેપ્ટન રોહિત શર્મા ઈનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ફર્નાન્ડોના શોર્ટ બોલને ડીમ મિડ-વિકેટના ઉપરથી 6 રન માટે બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. રોહિતનો શોટ શાનદાર હતો, કેમ કે બધા જાણે છે કે રોહિત પુલ શોટનો એક્સપર્ટ બેટ્સમેન છે. મોટાભાગે રોહિત ફટકારેલો પુલ શોટ તેને અને ભારતીય ટીમને 6 રન અપાવે છે. અને આ વખતે પણ એવું જ થયું હતું. પુલ શોટ રમતાં જ બોલ સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો.

સ્ટેડિયમમાં બેઠેલાં 22 વર્ષીય યુવાન ગૌરવ વિકાસ પરવાના મોઢા પર આ બોલ વાગ્યા હતો અને તેના હાડકામાં હેરલાઈન ફ્રેક્ચર અને ઊંડો ઘા પડી ગયો હતો. જો કે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ યુવાન અત્યારે એકદમ ફિટ છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ગૌરવને બોલ વાગ્યો ત્યારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની મેડિકલ ટીમ ગૌરવને મેડિકલ રૂમમાં લઈ ગઈ હતીઅને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે બાદમાં તેને એક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યા બાદ જાણવા મળ્યું હતું કે તેના નાકનું હાડકું તૂટી ગયું છે. કર્ણાટકની હોસમત હોસ્પિટલમાં યુવકની સારવાર કરવામાં આવી હતી. અને તેને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યો હતો. ગૌરવને ટાંકા પણ લેવા પડ્યા હતા. આ અંગે ગૌરવના ભાઈ રાજેશે જણાવ્યું કે, ડૉક્ટરે થોડા દિવસ બાદ ટાંકા હટાવી લેવા માટે કહ્યું છે.

Source link