ભારતે ત્રીજા વનડેમાં ન્યૂઝીલેન્ડને હરાવીને વન ડે સિરીઝમાં ક્લિન સ્વીપ કરી છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી.
Sports
oi-Balkrishna Hadiyal
નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝની ત્રીજી વનડે મેચમાં ભારતે ન્યૂઝલેન્ડને હરાવ્યુ છે. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 90 રને હરાવીની સિરીઝને 3-0 થી પોતાના નામે કરી છે. છેલ્લી વનડેમાં ભારતે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 385 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રન બનાવવા માટે ઉતરેલી ટીમ ન્યૂઝીલેન્ડની ટીમ 295 રન જ બનાવી શકી હતી.
ભારત તરફથી ઓપનરોએ ધમાકેધાર બેટિંગ કરતા પહેલી વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી. અહીં રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારતા અનુક્રમે 101 અને 112 રન બનાવ્યા હતા. આ સિવાય ભારત તરફથી હાર્દિક પંડ્યાએ પણ અડધી સદી ફટકારીને સ્કોરને 350 રન પાર લઈ જવામાં મોટો ફાળો આપ્યો. પહેલી ઈનિંગ્સમાં ભારતે 9 વિકેટે 385 રનનો વિશાળ ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને આપ્યો હતો.
બીજી ઈનિગ્સમાં બેટીંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી નહોતી રહી અને ફિન એલન એક પણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. જો કે તે બાદ તેની સાથે ઓપનિંગમાં આવેલા ડેવોન કોનવે જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને 138 રનની ધમારેદાર ઈનિંગ્સ રમી હતી. આ સમયે એવુ લાગતુ હતું કે ન્યૂઝીલેન્ડને તે જીત સુધી લઈ જશે. જો કે સામે પક્ષે સાથ ન મળતા ન્યૂઝીલેન્ડની ટીમ 295 રનમાં સમેટાઈ ગઈ હતી.
બોલિંગમાં ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય યજુવેન્દ્ર ચહલે 2 અને હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકે 1-1 એક વિકેટ લીધી હતી.
English summary
IND vs NZ : Conway fails century, clean sweep to India
Story first published: Tuesday, January 24, 2023, 21:26 [IST]