Cricket
oi-Jayeshkumar Bhikhalal
World Test Champikonship points table: ભારતીય ટીમે બાંગ્લાદેશને બે મેચની ટેસ્ટ સીરીજમાં 2-0 થી હરાવીને મીરપુરમાં રમાયેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતને ત્રણ વિકેટે જીત મળી હતી. જોકે, ભારતીય ટીમ માટે બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવવી ઘણી મુશ્કેલ હતી. શ્રેયસ અય્યર અને અશ્વીનની ધીરજવાળી બેટિંગના લીધે ભારત આ મુકાવલામાં જીતવામાં સફળ રહ્યો છે.
WTC માં ભારતને થયો ફાયદો
બાંગ્લાદેશની સામે બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયશિપમાં ફાયદો થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં ભારતની ટીમ હવે બીજા નંબર પર આવી ગઇ છે. ભારત તરપથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના જ ઘરે ચાર મેચની ટેસ્ટ સીરિજની મેચ રમવાની છે. રોહિત શર્માની કેપ્ટનશીપમા ટીમનો પ્રયત્ન સીરીજ પોતાને નામ કરવાની હશે.
આ ટીમો વચ્ચે ટક્કર
વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપમાં ભારત 99 પૉઇન્ટ સાથે 85.93 ની જીતની એવરેજ સાથે બીજા નંબર પહોચી ગયુ છે. ભારત, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને ઓ્ટ્રેલિયા વચ્ચે હવે ફાઇનલમાં પહોચવાની રેસ તેજ થઇ ગઇ છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર એક પર છે. બીજા નંબર પર ભારત, ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકાની ટીમ 54.55 અંક સાથે ભારતને ટક્કર આપી રહ્યા છે.
ઇંગ્લેન્ડ સામે હાર બાદ પાક્સિતાન બહાર
પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ન્યુઝિલેન્ડ અને વેસ્ટઇન્ડીજ જેવી ટીમ પહેલાજ ફાઇનલની રેસમાથઈ બહાર ફેકાઇ ગઇ છે. ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરમાં 3-0 થી હરાવ્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાન પણ વર્લ્ડ ચૈમ્પિયનશીપમાની રેસમાથી બહાર ફેકાઇ ગયુ છે. જો કે, પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે હજી બે ટેસ્ટ મેચોની સીરીજ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશીપની ફાઇલ જીન 2023 માં ઓવલ લંડનમાં રમાશે. ભારતીય ટીમ ગયા વર્ષે પણ ફાઇનલમાં જગ્યા બનાવી તી. આ વર્ષે પણ ફેન્સને તેની ઉમિદ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
India has a chance to reach the final with a Test win against Bangladesh
Story first published: Sunday, December 25, 2022, 14:57 [IST]