ટી20 વર્લ્ડકપમાં ચાલ્યો સુર્યકુમારનો બલ્લો
તમને જણાવી દઈએ કે હાલમાં જ પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવનું બેટ ખૂબ ગર્જ્યું હતું. તેણે વર્લ્ડ કપની 6 ઇનિંગ્સમાં 59.75ની એવરેજથી શાનદાર બેટિંગ કરીને 239 રન બનાવ્યા હતા. આ દરમિયાન 6 ઇનિંગ્સમાં તેનો સ્ટ્રાઇક રેટ 189.68 હતો. સૂર્યા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડ કપમાં પણ ત્રણ અર્ધસદી ફટકારી હતી. તેણે નેધરલેન્ડ સામે અણનમ 51, દક્ષિણ આફ્રિકા સામે 68 અને ઝિમ્બાબ્વે સામે 25 બોલમાં 61 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સે પણ લગાવી છલાંગ
સૂર્યકુમાર યાદવને તેના પ્રદર્શનથી ઘણો ફાયદો થયો અને તે T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. સૂર્યા ઉપરાંત ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે ટી20 રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો કર્યો છે. T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ભારત સામે 47 બોલમાં 86 રન બનાવનાર એલેક્સ હેલ્સ ICC રેન્કિંગમાં 12માં સ્થાને પહોંચી ગયો છે. તેણે સીધા 10 સ્થાનની છલાંગ લગાવી છે. તે અગાઉ 22મા ક્રમે હતો. એલેક્સ હેલ્સ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. તેણે 42.40ની એવરેજથી 212 રન બનાવ્યા હતા.