Global Population : આજે વિશ્વની વસ્તી 800 કરોડને પાર પહોંચશે, 2023માં ચીનથી આગળ નીકળી જશે ભારત

World

oi-Hardev Rathod

|

Google Oneindia Gujarati News

Global Population : આજે વિશ્વની વસ્તી 8 કરોડ થઇ જશે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વની જન સંખ્યાના આંકડા જાહેર કરતા સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2030 સુધી પૃથ્વી 8.5 બિલિયન, 2050 સુધીમાં 9.7 બિલિયન અને 2100 સુધીમાં 10.4 બિલિયન થઇ જશે. જો આવુ જ ચાલતું રહ્યું તો, 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી વાળો દેશ બની જશે. આ બાબતે ચીનને ભારત પાછળ રાખી દેશે.

માણસની સરેરાશ ઉંમર 72.8 વર્ષ છે

વર્ષ 2050 સુધીમાં વિશ્વની વસ્તી 1080 કરોડ સુધી પહોંચી જશે અને વિશ્વની લગભગ પચાસ ટકા વસ્તી કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયામાં રહેતી હશે. રિપોર્ટ અનુસાર, હવે માણસની સરેરાશ ઉંમર 72.8 વર્ષ છે, જે વર્ષ 1990ની સરખામણીએ 2019 સુધી નવ વર્ષ વધી છે, જ્યારે વૈશ્વિક વસ્તી વૃદ્ધિ દર વર્ષ 1950 થી ધીમો પડી ગયો છે, જે સારા સમચાર નથી.

ક્લાઈમેટ ચેન્જના જોખમને ઘટાડવાના માધ્યમો ઘટશે

આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, વધતી જતી વસ્તી અન્ય સમસ્યાઓ સર્જશે. આ સાથે ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો તેનાથી પ્રભાવિત થશે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જના જોખમને ઘટાડવાના માધ્યમો ઘટશે. આ રિપોર્ટમાં ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય વિશે પણ વાત કરવામાં આવી છે.

11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસની શરૂઆત સૌપ્રથમ 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સતત આ અંગે સંશોધન કરતું રહે છે અને જ્યારે તેને લાગે છે કે, આ મુદ્દા પર દરેકનું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે, ત્યારે તે પોતાનો રિપોર્ટ જાહેર કરે છે. વસ્તી વિસ્ફોટને જોતા સંયુક્ત રાષ્ટ્રએ 15 નવેમ્બરના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેના પર વિશ્વના દરેક દેશ ખાસ કરીને ભારતને ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

ભારતની વસ્તી 1412 કરોડ છે, જ્યારે ચીનની વસ્તી 1426 કરોડ છે

આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતે ઝડપથી વધતી વસ્તીના દરને ઘટાડવા માટે ટૂંક સમયમાં કેટલાક નક્કર પગલાં લેવા પડશે. અત્રે નોંધનીય છે કે, હાલમાં ભારતની વસ્તી 1412 કરોડ છે, જ્યારે ચીનની વસ્તી 1426 કરોડ છે.

English summary

Global Population : Today the world’s population will cross 800 crores, India will surpass China in 2023

Story first published: Tuesday, November 15, 2022, 11:02 [IST]

Source link