આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં સામાન્ય ઘટાડો
12 નવેમ્બરે ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 0.66 રૂપિયા સસ્તુ થયુ છે. ડીઝલના ભાવમાં પણ 0.64 રૂપિયાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં હવે પેટ્રોલ 105.96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.49 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યુ છે. જુલાઈમાં મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 3 રૂપિયા પ્રતિ લિટર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. છત્તીસગઢમાં પેટ્રોલ 0.60 રૂપિયા અને ડીઝલ 0.59 રૂપિયા સસ્તુ થયુ છે. કિંમતોમાં ઘટાડો થયા બાદ છત્તીસગઢમાં પેટ્રોલ 102.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યુ છે.