FIFA World Cup 2022: કતારના નિયમો માનવા પડશે, મહિલાઓ માટે ખાસ ડ્રેસ કોડ

 

FIFA World Cup 2022નું આયોજન કતારમાં થઈ રહ્યું છે. આ એક ઈસ્લામિક દેશ હોવાના કારણે વર્લ્ડ કપ જોવા આવનાર દર્શકો માટે કતારે કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. આ પ્રતિબંધોને કારણે આ વખતે ફુટબોલ વર્લ્ડકપ વિવાદમાં આવી ગયો છે.

 

fifa world cup

 

જેમાંથી કેટલાક પ્રતિબંધો એવા છે, જે સ્ટેડિયમમાં મેચ જોવા જઈ રહેલા દર્શકોને બિલકુલ પસંદ નહીં આવે. સ્ટેડિયમમાં મેચ જોવા જનાર દર્શકો માટે કતારે ખાણી-પીણીથી લઈ કપડાં પહેરવા સુધીના પ્રતિબંધો લગાવ્યા છે. આવો જાણીએ આ વર્ષના ફુટબોલ વર્લ્ડ કપમાં લગાવાયેલા પ્રતિબંધો વિશે…

કતારમાં દારૂ વેચવા પર સખ્ત મનાઇ છે. આ કારણે વર્લ્ડ કપ રમાનાર આઠેય સ્ટેડિયમ પાસે આલ્કોહોલ વેચી નહીં શકાય. ફીફા વર્લ્ડ કપ 2022નો મુખ્ય સ્પોન્સર બડવાઇઝર (Budwiser) છે, જે બીયર અને આલ્કોહોલ બનાવે છે. વર્લ્ડ કપ શરૂ થયાના બે દિવસ પહેલાં ફીફા ગવર્નિંગ બૉડી અને આયોજક દેશ એટલે કે કતારની ઑથોરિટી વચ્ચે એક બેઠક મળી જેમાં મેચ દરમિયાન સ્ટેડિયમમાં બીયર અને આલ્કોહોલ વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે.

ફીફા ગવર્નિંગ બોર્ડે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે FIFA અને હોસ્ટ કન્ટ્રીની ઑથોરિટી વચ્ચે સ્ટેડિયમમાં આલ્કોહોલના ઉપયોગ પર કહેવામાં આવ્યું કે ફીફા ફેન ફેસ્ટિવ (FIFA Fan Festival), અન્ય ફેન ડેસ્ટિનેશન અને લાઈસેંસ્ડ વેન્યૂના સેલ પોઈન્ટ્સથી બીયર સ્ટોલ હટાવવાનો નિર્ણય લેવાયો છે.

જો કે, Bud Zeroના સેલ પર આ નિર્ણાયના કારણે કોઈ પ્રભાવ નહીં પડે. એટલે કે ફેન્સ સ્ટેડિયમ અને ફેન પોઈન્ટ્સ પર માત્ર બડ ઝીરો ખરીદી શકે છે. હોસ્ટ કન્ટ્રી ઑથોરિટી અને FIFA ફેન્સ માટે સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં ઉલ્લાસપૂર્વકનો માહોલ બનાવવાની કોશિશ કરશે.

અગાઉ વર્લ્ડ કપ આયોજકોએ સ્પોન્સર કંપની બડવાઈઝરને સ્ટેડિયમની સીમાઓમાં મેચ શરૂ થયાના 3 કલાક પહેલા સુધી અને મેચ પૂરો થયાના એક કલાક બાદ આલ્કોહોલ અને બીયરના વેચાણની મંજૂરી આપી હતી. આના માટે કતારની ઑથોરિટીએ ફેન જોન્સમાં બડવાઇઝર બીયરની કિંમત ઘણી વધુ એટલે કે 12 યૂરો (લગભગ 1200) રૂપિયા પ્રતિ કેન કરી દીધી. જે બાદથી ફીફા ગવર્નિંગ બૉડી અને કતારની ઑથોરિટી પર સવાલ ઉઠવા લાગ્યા. જે બાદ બીયરની સેલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો.

એક દશકા પહેલાં કતારને વર્લ્ડની મેજબાની મળી હતી. ત્યારથી અહીં સ્થાનિક આયોજક અને ફીફા અધિકારી દાવો કરી રહ્યા હતા કે દર્શકો માટે બીયર ઉપલબ્ધ રહેશે. બડવાઇઝરે આ સ્પોન્સરશિપ માટે FIFA સાથે 75 મિલિયન ડૉલરનો એગ્રીમેન્ટ કર્યો છે. અંતિમ ક્ષણે લગાવાયેલા બીયર પરના પ્રતિબંધથી દર્શકોની સાથોસાથ ટાઇટલ સ્પોન્સરે પણ નિરાશ થવું પડ્યું.

મહિલાઓ માટે ડ્રેસ કોડ

આલ્કોહોલ પર પ્રતિબંધની સાથોસાથ કતારમાં રમાનાર ફીફા વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર દર્શકો, ખાસ કરીને મહિલાઓ માટે ડ્રેસ કોડ બનાવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર મહિલાઓને રિવીલિંગ ડ્રેસ પહેરવા પર પ્રતિબંધિત કરવામાં આવી છે, દરેક મહિલાઓએ ગોઠણ અને ખભા સહિત શરીરનો કોઈ ભાગ ના દેખાય તેવાં કપડાં પહેરીને આવવાનું રહેશે.

મ્યૂજિક અને ડાંસ પર પ્રતિબંધ

એટલું જ નહીં, ફીફા વર્લ્ડ કપમાં મોડલ રૈમ્પ વૉક નહીં કરી શકે, મ્યૂઝિક અને ડાંસ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. માત્ર પારંપરિક મ્યૂઝિક અને નૃત્ય કરવાની આઝાદી આપવામાં આવી છે. કતારમાં કેટલાંક બાળકોના પારંપરિક ડ્રેસ પહેરી કુરાનના આયત વાંચતા વીડિયો સોશિયલ મીડિયા પર દેખાડવામાં આવ્યા છે.

આ વર્લ્ડ કપના આઠેય સ્ટેડિયમ અને તેની આસપાસના ક્ષેત્રોમાં ડ્રેસ કોડ પાલન કરવા અને આલ્કોહોલના નિયમોની દેખરેખ માટે કતારની ઑથોરિટીએ 15000 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરા ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજી સાથે આવે છે, જે સ્ટેડિયમના દર્શકોને મૉનિટર કરી શકે છે.

પૂર્વ ફીફા પ્રેસિડેન્ટે ભૂલ માની

કતારમાં આયોજિત થનાર ફીફા વર્લ્ડ કપ 2022ને લઈ પૂર્વ ફીફા પ્રેસિડેન્ટ સેપ બ્લેટરે એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું કે વિશ્વ કપના આયોજન માટે કતારની પસંદગી મારી ભૂલ હતી. સાથે જ બ્લેટરે કહ્યું કે મિડલ ઈસ્ટના દેશ ફીફા જેવી ઈવેન્ટ માટે બહુ નાના છે.

Source link