Sports
oi-Jayeshkumar Bhikhalal
દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની આગેવાનીમાં પુર્તિગાલે 15 મીનીટમાં ત્રણ ગોલ કરી ફિફાા વિશ્વ કપના ગૃપ એચ મેચમાં ગુરુવારે ધીમી સરૂઆતથી બહાર નીકળી ધાનાને 3-2 થી હરાવીને અભિયાનની શરૂઆત જાતી સાથે કરી હતી.
આ સાથે જ ફુટબોલમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરનાર રોનલ્ડો આ સાથે પાંચ અલગ અલગ વિશ્વ કપમાં ગોલ કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. સ્ટેડિયમમાં 974 માં દુનિયાના નવમા નંબરની ટીમ કેપ્ટન રોનાલ્ડોએ 65 મી મીનીટે ગોલ કરીને આગળ રહ્યા હતા. ત્યાર બાદ જાઓ ફેલિક્સે 78 મીનીટમાં અે રાફેલ લીયાઓએ 80 મીનીટે પુર્તીગલ તરફથી ગોલ કર્ય હતા.
ઘાના તરફથી કેપ્ટન આંંદ્રે આયેવે 73 મી મીનીટે અને ઉસ્માન બુખારીએ 89 મી મીનીટે ગોલ કર્યા હતા. દુનિયામાં 61 મા નંબરની ટીમ ધાના વિરુદ્ધ પુર્તગાલની જીતનું અંતર હજી વધારે થઇ શક્તુ હતુ. પરંતુ મેચના શરુઆતના એક કલકમાં વધારે પડતો સમય રોનાલ્ડ, બનાર્ડો સિલ્વા અને બ્રુનો ફર્નાડિસની તિકડીએ નિરાશ કર્યા હતા. પુર્તગાલના ખેલાડીના ફિનિશિંગમાં પણ કમિ જોવા મળી હતી.
પહેલા 10 મીનીટમાં પોર્તુગલે લગાતાર ત્રણ આક્રમ કરવાના ઇરાદા સાફ કરી દીધા હતા. તેમા રોનાલ્ડો દ્વારા કરવામાં આવેલા આક્રમણ સૌથી ખતરનાક હતુ. જેમા પોર્તુગલ પાસે ગોલ કરવાનો સારી તક હતી. 13 મી મીનીટમાં કોર્નર કિક પર રોનાલ્ડોએ હેડર દ્વરા ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે શોટ ટાર્ગેટથી મીસ કરી દિધો હતો.
English summary
Portugal defeated Ghana 3-2 in FIFA World Cup 2022 Qatar
Story first published: Friday, November 25, 2022, 8:37 [IST]