Sports
oi-Balkrishna Hadiyal
કતરમાં ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ત્યારથી મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. હવે ફિફામાં વધુ એક મોટો ઉલટફેર સામે આવ્યો છે.
હાલમાં જ સાઉદી અરબે આર્જેન્ટિનાને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો હતો ત્યારે હવે આજે ચાર વખતની ચેમ્પિયન જર્મનીને જાપાને 2-1થી કરાવ્યુ છે. ગ્રુપ Eની આ મેચમાં શરૂઆતમાં જર્મની જાપાન પર હાવી રહ્યું હતું. જો કે ત્યારબાદ જાપાને કાઉન્ટર એટેક કરીને બીજા હાફમાં બાજી પલ્ટી નાંખી હતી. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જર્મનીએ 33મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. પેનલ્ટી સ્પોટ પરથી ટીમનો પ્રથમ ગોલ એલ્કાઈ ગુંડોઆને કર્યો હતો.
જર્મનીએ મેચની શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. જર્મની જાપાનની ગોલપોસ્ટ પર સતત હુમલો કરી રહ્યું હતું. આખરે 33મી મિનિટે જર્મનીને પહેલો ગોલ મળ્યો, પરંતુ બીજા હાફમાં જાપાને જોરદાર વાપસી કરી. જાપાન માટે રિત્સુ ડોને તેની ટીમનો પ્રથમ ગોલ બીજા હાફની છેલ્લી મિનિટમાં અને મેચની 75મી મિનિટે કર્યો હતો. આ પછી તાકુમા અસનોએ મેચની 83મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. જર્મનીની મુશ્કેલીઓ અહીંથી જ વધી હતી. જાપાને ઐતિહાસિક જીત નોંધાવીને મેચના અંત સુધી તેમની 2-1ની લીડ જાળવી રાખી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, કતર ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનું ડેબ્યૂ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. જર્મની ટાઇટલ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહી છે. જો કે હવે એવું લાગી રહ્યું છે કે ગયા વર્લ્ડ કપની જેમ આ વર્લ્ડ કપમાં પણ જર્મનીનું પ્રદર્શન નિરાશાજનક રહેશે. ગયા વર્લ્ડ કપમાં જર્મનીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગ્રુપ રાઉન્ડમાં જ હાર્યા બાદ ટીમ બહાર થઈ ગઈ હતી. ફિફા વર્લ્ડ કપમાં આ ત્રીજી વખત છે જ્યારે જર્મન ટીમ તેની શરૂઆતની મેચમાં હારી ગઈ હોય.
English summary
FIFA 2022 : Another big upset in FIFA, Japan beats champions Germany!
Story first published: Wednesday, November 23, 2022, 23:05 [IST]