World
oi-Jayeshkumar Bhikhalal
અરબપતિ એલન મસ્કને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે ટ્વીટર યુજર્સને માટે બહુ મોટી વાત નહી હોય કેમ કે, તેમણે તેને પોતાનો મત આપ્યો હતો. ટ્વીટર નવા સીઇઓ જલ્દી પોતાની સોશિયલ મીડિયા કંપની ટ્વીટરના સીઇઓ પદેથી રાજીનામુ આપશે. આજે એક ટ્વીટરના માધ્યમથી આ વાતની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને લોકોની ઇચ્છા અનુસાર ચાલવાનું નક્કી કર્યુ છે.
એલન મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે, જેવો જ કોઇ મુર્ખ વ્યક્તિ મળી જશે જે આ પદને લેવા માટે તૈયાર થઇ જાય તો તે તરત જ આ પદ પરથી રાજીનામુ આપી દેશે. ત્યાર બાદ તે ફક્તત સોફ્ટેર ચલાવશે અને સર્વર ટીમને જોશે.
CNBC ની મગળવારે આવેલી એક રિપોર્ટ અનુસાર એલન મસ્ક અત્યારે એક્ટીવ થઇને ટ્વીટરના નવા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરની તપાસ કરી રહ્યા છે. એલન મસ્કે હાલમા જ ટ્વીટર પર સર્વે કર્યો હતો. જેમા તેમણે પુછ્યુ હતુ કે, શુ તેમણે ટ્વીટરના સીઇઓ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઇએ? આ સર્વે બાદ જવાબમાં કુલ 57.5 ટકા યુજર્સે એલન મસ્કને પદ પરથી હટાવાની પક્ષમાં મતદાન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે, તેમણે રાજીનામુ આપી દેવુ જોઇએ.
જો કે, એલન મસ્ક માટે આ પરીણામ નિરાશાજનક રહ્યુ હતુ. કેમ કે, ટ્વીટરની કમાન સંભાળ્યાને હજી બે મહિના જ થયા છે. આ રવિવારે મસ્કે કહ્યુ હતુ કે, તે કે જે કઇ પરીણામ આવશે તે તેનું પાલન કરશે. અને યુજર્સ ઇચ્છે છે કે, ટ્વીટરના સીઇઓના પદ પર રાજીનામુ આપી દેશે. જો કે, અરબપતિ ઉદ્યોગ પતીએ એ નથી કહ્યુ કે, ક્યારે તે પોતાના પદ પરથી રાજીનામુ આપશે. સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે, હાલ તેમની પાસે કોઇ જ ઉતરાધિકારી નથી.
English summary
CEO of Elon Musk Twitter will resign
Story first published: Wednesday, December 21, 2022, 9:38 [IST]