1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે બજેટ
મીડિયા રિપોર્ટ અનુસાર, 1 ફેબ્રુઆરી સંસદના બજેટનો પહેલો દિવસ હશે. જેમાં પહેલા દિવસે રાજ્યસભા અને લોકસભાના બંને ગૃહોમાં આર્થિક સર્વે પણ થશે.
આ અહેવાલ મુજબ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ (budget 2023) રજૂ કરે તેવી શક્યતા છે.
બે ભાગમાં હશે બજેટ સત્ર
બજેટનો પહેલો ભાગ 10 ફેબ્રુઆરી સુધી ચાલશે. વચ્ચે વિરામ પણ આવશે. જે દરમિયાન સ્થાયી સમિતિઓ હોય છે. વિવિધ મંત્રાલયોનીગ્રાન્ટની માંગનું નિરીક્ષણ કરવામાં આવશે. જે બાદ બજેટ (budget 2023) નો બીજો ભાગ 6 માર્ચથી શરૂ થશે. જે બાદ આ સત્ર 6 એપ્રીલ, 2023 સુધીચાલે તેવી શક્યતા છે.
આભાર પ્રસ્તાવ પર જવાબ આપશે PM
બજેટના પહેલા ભાગમાં બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ પછી કેન્દ્રીયબજેટ(budget 2023) પર ચર્ચા થાય છે.
જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપશે. જ્યારેનાણાંમંત્રી નિર્મલા સીતારમણ છે. તે કેન્દ્રીય બજેટ (budget 2023) અને ચર્ચાનો જવાબ આપશે.
GDP વૃદ્ધિને લઈને RBIનો આ અંદાજ છે
વર્ષ 2022-23 માટે, RBIએ વાસ્તવિક GDP વૃદ્ધિ માટે 6.8 ટકાનો અંદાજ મૂક્યો છે. આ સાથે ત્રીજા ક્વાર્ટર માટે તે 4.4 ટકા અને ચોથા ક્વાર્ટર માટે તે 4.2 રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.(budget 2023)
RBIએ વર્ષ 2023-24 માટે એપ્રીલ-જૂન ક્વાર્ટર માટે 7.1 ટકા અને આગામી ક્વાર્ટર માટે 5.9 ટકા GDP વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
ગત સત્રમાં લોકસભામાં કુલ 9 બીલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સંસદના નીચલા ગૃહમાં સાત બીલ પસાર કરવામાં આવ્યા હતા.