Bizarre Divorces: ડિવોર્સ માટે કપલ્સે આપ્યા આવા વિચિત્ર અને બેઢંગ કારણો, જાણીને કહેશો OMG!

 

પાઇરેટ્સ ઓફ કેરેબિયન ફેમ હોલિવૂડ એક્ટર જ્હોની ડેપ અને અમ્બર હર્ડના ડિવોર્સનો કેસ એકબીજાં પર લગાવવામાં આવતા વિચિત્ર આરોપોના કારણે સતત લાઇમલાઇટમાં રહે છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, જ્હોનીએ અમ્બર પર પોતાની તરફના બેડ પર મળત્યાગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્હોનીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ફાઇટ બાદ અમ્બરે તેની સાઇડના બેડ પર મળત્યાગ કર્યો અને તેનો આરોપ ડોગ્સ પર લગાવી દીધો.

જ્હોનીએ વધુમાં જણાવ્યું કે, આનો આરોપ તેણે રીતસર મારાં ડોગ્સ પર નાખી દીધો પણ મારી પાસે ટીકપ યોર્કી બ્રીડ્સ છે માત્ર 4 પાઉન્ડ્સ વજન ધરાવે છે. આ ડોગ્સ મારી સાથે વર્ષોથી છે અને મને ખાતરી છે કે આ કામ ડોગ્સનું નથી.

જ્યારે સામે પક્ષે અમ્બરે પણ જ્હોની સાથે ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો હતો અને જ્હોનીએ પણ અમ્બર તેને શાબ્દિક અને શારિરીક મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ પ્રકારના વિચિત્ર આરોપ માત્ર સેલેબ્સ જ નહીં, સામાન્ય લોકો પણ આપતા હોય છે. અહીં જાણો, મેરેજ કાઉન્સિલર્સે શૅર કરેલાં આવા જ કેટલાંક કિસ્સાઓ વિશે.

​સ્પિરિટ્સ અને બ્લેક મેજિક

મારી એક્સ વાઇફ વિચિત્ર હતી, જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે તેને સ્પિરિટ્સ એટલે કે, આત્માઓ સાથે વાતચીત કરવાનું અજીબ વળગણ હતું. તે સતત બ્લેક મેજિક (કાળો જાદૂ) પર રિસર્ચ કરતી હતી. આ સ્થિતિ મારાં માટે એટલી બધી ડરામણી બની ગઇ કે, મને તેની સાથે રહેવામાં પણ ડર લાગવા લાગ્યો. મારી અનેક આજીજી છતાં તેણે આ વળગણનો ત્યાગ તો ના જ કર્યો. આખરે અમે ડિવોર્સ લઇ લીધા.

​બકબક બન્યું અસહ્ય

મારાં એક્સ હસબન્ડને વાતો કરવાની લત હતી. તે એક મિનિટ પણ ચૂપ નહોતો રહેતો. તેની પાસે નાનામાં નાની બાબત વિશે પણ લાંબા લેક્ચર્સ આપવાના કારણો હોય. શરૂઆતમાં તો બધું ઠીક રહ્યું પણ સમય જતાં આ લગ્ન મારાં માટે ડરામણાં સપના માફક બની ગયા. મને 5 મિનિટ પણ એવી નહોતી મળતી જેમાં હું તેની લવારી ના સાંભળતી હોઉં. આ અંગે ઘણીવાર અમારી વચ્ચે ઝગડાં પણ થયા પણ તેનામાં કોઇ સુધાર જોવા ના મળતાં અમે છૂટાં પડી ગયા.

​ટૂ-બીગ સાઇઝ!

મેં મારાં પતિને એટલાં માટે ડિવોર્સ આપ્યા કારણ કે, તેની સાઇઝ વધારે હતી. શારિરીક સંબંધ દરમિયાન હું દરેક વખતે પીડામાં જ રહેતી હતી, એક પણ વખત એવું નથી બન્યું જ્યારે હું રડતી ના હોઉં કે બૂમો ના પાડતી હોઉં. ઘણાં માટે આ પ્રકારનો સહવાસ પેશનેટ હશે પણ ક્યારેક તો તે જેન્ટલ રહેવો જોઇએ. મને મારાં પતિ સાથે સંબંધ બાંધવામાં જ ડર લાગતો હતો. તેથી જ મેં ડિવોર્સ લઇ લીધા અને બીજાં સાથે લગ્ન કરી લીધા.

​મારી સાથે દગો કરો

મેં લગ્ન માટે એક યુવતીને પસંદ કરી હતી, તેને જોતાં જ હું તેની સુંદરતાથી મોહિત થઇ ગયો હતો. તે હંમેશા પ્રેઝન્ટેબલ લાગે, તેની હેરસ્ટાઇલ પરફેક્ટ હોય વગેરે. પણ અમારી સગાઇ બાદ જ્યારે હું તેને ડેટ પર લઇ ગયો ત્યારે વરસાદના કારણે અમે બંને પલળી ગયા. બદનસીબે તેનો બધો જ મેકઅપ ધોવાઇ ગયો અને તેનો અસલી ચહેરો મારી સામે આવી ગયો. તે એક એવી વ્યક્તિ બનવાની કોશિશ કરી રહી હતી જે તે હતી જ નહીં. મને લાગ્યું કે મારી સાથે દગો થયો છે અને મેં લગ્ન માટે ના પાડી દીધી.

​ખરાબ આદતો

મારાં હસબન્ડને ચોખ્ખાઇ કે સ્વચ્છતા સાથે જાણે કોઇ લેવા-દેવા જ નહોતાં. વળી, એક વ્યક્તિ જે ક્યારેય તમારી વાત માને જ નહીં તેની સાથે રહેવું અસહ્ય જ બનતું હોય છે. મને તેની સાથે સૂવામાં પણ સૂગ ચઢતી હતી. તે ભાગ્યે જ ન્હાતો કે દાઢી કરતો હતો, તેના મોંઢામાંથી વાસ આવ્યા કરતી હતી. તેની પાસે માત્ર પૈસા વધારે હતા, પણ આ કારણ લગ્ન ટકાવી રાખવા માટે પુરતું નહતું.

Source link