1, 2 અને 8 જાન્યુઆરી
1 જાન્યુઆરી, 2023ના રવિવાર અને નવા વર્ષને કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. ત્યારે જ્યાં એક તરફ આઇઝોલ અને મિઝોરમમાં 2જાન્યુઆરીના રોજ નવા વર્ષની ઉજવણી માટે અને 8 જાન્યુઆરીના રોજ રવિવારની રજાના કારણે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
11, 12 અને 14 જાન્યુઆરી
મિઝોરમમાં 11 જાન્યુઆરીએ મિશનરી ડે અને પશ્ચિમ બંગાળમાં 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંક બંધ રહેશે. જ્યારે14 જાન્યુઆરીના રોજ મહિનાના બીજા શનિવાર અને મકરસંક્રાંતિ/માઘ બિહુના કારણે, ગુજરાત, કર્ણાટક, આસામ, સિક્કિમ અને તેલંગાણામાં બેંકમાં રજા રહેશે.
15, 22, 23 અને 25 જાન્યુઆરી
15મી જાન્યુઆરીએ રવિવારના કારણે અને પોંગલ/માઘ બિહુના કારણે પણ સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ સાથે 22 જાન્યુઆરીના રોજરવિવારના કારણે, તમામ રાજ્યોની બેંકમાં રજા રહેશે.
બીજી તરફ આસામમાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતીઅને હિમાચલ પ્રદેશમાં 25 જાન્યુઆરીના રોજ રાજ્ય સ્થાપના દિવસના કારણે બેંકમાં રજા રહેશે.
26, 28, 29 અને 31 જાન્યુઆરી
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તેથી તે રાષ્ટ્રીય રજા છે અને આ દિવસે સમગ્ર દેશની બેંક બંધ રહેશે.
જ્યારે 28જાન્યુઆરીએ ચોથો શનિવાર હોવાથી સમગ્ર દેશની બેંકમાં રજા રહેશે અને 29 જાન્યુઆરીએ રવિવારની રજા રહેશે.
આ સાથે મિડમ્મીના કારણે આસામની બેંકમાં 31 જાન્યુઆરીના રોજ રજા રહેશે.