Adani Effect: આખી દુનિયામાં વર્ષ 2022માં ભારતીય શેર બજારોનુ પ્રદર્શન સર્વશ્રેષ્ઠ

Business

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

Adani Effect: આખી દુનિયામાં જ્યાં ઉંચા વ્યાજદરો અને આર્થિક મંદીની ચિંતાઓએ અર્થવ્યવસ્થાઓ પર અસર કરી છે ત્યાં ભારત આનાથી ઉપર ઉઠીને આ વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી સારુ પ્રદર્શન કરનાર શેર બજારોમાં સામેલ થઈ ગયુ છે. S&P BSE Sensex ઈંડેક્સ વર્ષ 2022માં અત્યાર સુધી 3 ટકા સુધી મજબૂત થઈ ચૂક્યુ છે. સિંગાપુર અને ઈંડોનેશિયા જેવા બજારોને છોડી દઈએ તો આ વધારો સૌથી વધુ છે.

કમાણીના એક મજબૂત સમયે ભારતીય બેંચમાર્કને રેકૉર્ડ સ્તરે પહોંચાડી દીધુ. જેનાથી ભારતીય બજાર યુકેથી પણ મોટુ થઈ ગયુ. જ્યારે આ દરમિયાન MSCI ઑલ કંટ્રી વર્લ્ડ ઈંડેક્સ 20 ટકા ઘટી ગયો. આ વર્ષના વિજેતાઓમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ સાથે જોડાયેલા શેર અને બેંક શેર રહ્યા. જેમાં ક્રેડિટ માંગમાં તેજ સુધારાથી ઉછાળો જોવા મળ્યો. અમુક પાછા પડેલા શેરોમાં ટેકનોલૉજી કંપનીઓના શેર હતા. જે પોતાના આઈપીઓ બાદથી જ ઘટવા લાગ્યા હતા. આ ઉપરાંત સૉફ્ટવેર આઉટસોર્સિંગ પ્રોવાઈડર્સના શેર પણ છે. જેના પર ગ્લોબલ ડિમાન્ડમાં ઘટાડાની માર પડી છે. જો કે આઉટલુક પણ સ્પષ્ટ નથી, ગોલ્ડમેન સેક્સનુ અનુમાન છે કે ચીન અને સાઉથ કોરિયાના ખરાબ પ્રદર્શનના કારણે ઉંચા વેલ્યુએશન વચ્ચે આવતા વર્ષે બજારનુ મોમેંટમ ઘટી શકે છે. હવે એક નજર વર્ષ 2022ના અમુક સૌથી મહત્વપૂર્ણ શેરો પર.

અદાની 7 લિસ્ટેડ કંપનીઓમાંથી 2ની વેલ્યુ આ વર્ષે બમણી થઈ છે. જેમાં અદાણી પાવર સૌથી આગળ છે. વિજળીની ડિમાન્ડ વધવાના કારણે આમાં તેજી આવી છે. એનએસઈ નિફ્ટી 50 ઈંડેક્સમાં સામેલ થનનારી ગ્રુપની બીજી કંપની બન્યા બાદ ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ આ વર્ષે 113 ટકા વધી ચૂકી છે. એનાલિસ્ટસના 12 મહિના માટે અનુમાનો મુજબ અદાણી વિલ્મરના શેરનુ મૂલ્ય વર્તમાન સ્તરથી 24 ટકા વધી શકે છે.

S&P BSE Bankexમાં આ વર્ષે 18 ટકાની તેજી આવી છે. જે સેક્ટરના ખરાબ લોનની સફળ રિઝોલ્યુશનના કારણે થયુ છે. બેડ બેંક બન્યા બાદથી ફસાયેલી લોન ભરપાઈ કરવાથી ક્રેડિટ ડિમાન્ડમાં તેજ સુધારો જોવા મળ્યો છે. Macquarie Capitalના એનાલિસ્ટ સુરેશ ગણપતિનુ કહેવુ છે કે ડિપોઝીટ અને ક્રેડિટ ગ્રોથ વચ્ચે ઝડપથી બગડતા ગેપ પર નજર રાખવી પડશે. એનાલિસ્ટનુ અનુમાન છે કે એસબીઆઈ કે જે આ વર્ષે 25 ટકા ઉપર છે અને આગલા 12 મહિનામાં આ ગતિએ આગળ વધશે.

વર્ષ 2021ના અંતમાં બજારમાં પગ મૂકનારી ઘણી કંપનીઓએ નિરાશ કર્યા. પેટીએમ અને પૉલિસીબાઝાર આ વર્ષે અત્યાર સુધી 50 ટકાથી વધુ નીચે આવી ચૂકી છે. આ ઉપરાંત ઝોમેટો. નાયકા અને લૉજિસ્ટીક કંપની Delhiveryએ પણ બહુ નિરાશ કર્યા છે. વળી, એલઆઈસી કે જે પેટીએમને પાછળ છોડીને દેશનો સૌથી મોટો આઈપીઓ હતો, તેણે મે સુધી તેની એક ચતુર્થાંશ વેલ્યુ સાફ થઈ ચૂકી હતી.

English summary

Gautam Adani Effect, India to become the best performing stock market in the world in year 2022.

Story first published: Tuesday, December 27, 2022, 14:26 [IST]

Source link